રાજપીપળા : રાજપીપળા શહેર સહીત આસપાસના ગામોમાં શનિવારે વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત થતાંજ લોકોના મોતિયા મરી ગયા હતા હાલ પડી રહેલી આકરી ગરમીમાં પ્રિમોન્સુન કામગીરી માટે દસ કલાક વીજ પુરવઠો બંધ રાખવા જાહેરાત કરવામાં આવી છે.
રાજપીપળા માં થોડા દિવસ અગાઉ મેન્ટેનન્સ કામગીરી માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ કાપ મુકવામાં આો હતો પરંતુ માથા વર્ષો જૂની સમસ્યા લો વોલ્ટેજની હોય ઉનાળાની ગરમીમાં વારંવાર ફરિયાદ બાદ પણ વીજ કંપની આ તકલીફ દૂર કરવામાં કરવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે શનિવારે એટલે કે ૮ જૂન ૨૦૧૯ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી માટે રાજપીપળા સહિત આસપાસના કેટલાક ગામોમાં સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી દસ કલાક વીજ કાપ મુકવાની જાહેરાત કરતાજ લોકો માં રોષ ફેલાયો છે.
◆ શનિવારે કયા ફીડર બંધ રહેશે…..??
66 કેવી રાજપીપળા, ભચરવાળા ,રાજુવાડિયા,ઓરીના તમામ ફીડર પ્રિ મોન્સૂન કામગીરી માટે સવારે ૮:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી બંધ કરવામાં આવશે.
66 કેવી ગરુડેશ્વરનું કેવડિયા ટાઉન ફીડર સવારે ૭:૦૦ કલાક થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી બંધ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિ મોન્સૂન કામગીરી થી ચોમાસા ની ઋતુ દરમિયાન પ્રજાને રાહત મળશે કે કેમ તે તો દર વર્ષની માફક આવનારો સમય બતાવશે પરંતુ હાલ ૪૨ ડિગ્રી તાપમાનમાં રાજપીપળા સહિત આસપાસની પ્રજા ને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે એ નક્કી છે છતાં ચોમાસા દરમિયાન વારંવાર વીજળી ગુલ થવાની તકલીફ માં કોઈજ સુધારો નહિ દેખાય ત્યારે આ કામગીરી ફક્ત નાટ્યાત્મક જ લાગે છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




