બોટાદ ખાતે આયોજન,એટીવીટી જોગવાઈ હેઠળના કામોનો વર્કઓર્ડર વિતરણ કેમ્પ યોજાયો

0
214

એક જ દિવસે ૯૦ % કામોને વહિવટી મંજૂરી આપી આ કેમ્પ દ્વારા એક જ દિવસે અને એક જ સ્થળેથી વર્કઓર્ડર મળી રહે તેવું આયોજન કર્યુ :સૌરભભાઈ પટેલ

રાજ્યમાં સૌ પ્રથમવાર આયોજન તથા એટીવીટી જોગવાઈ હેઠળના કામોનો વર્કઓર્ડર વિતરણ કેમ્પ મંત્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બોટાદ નગરપાલિકા હોલ ખાતે યોજાયો હતો.
આ કેમ્પમાં મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજના આ સુચારું આયોજન દ્વારા આજના દિવસને ખરેખર ઐતિહાસિક દિવસ કહેવાય કે જે રાજ્યભરમાં સૌ પ્રથમવાર આ જિલ્લો થોડા જ દિવસોમાં વહિવટી તંત્રના સુચારુ આયોજન થકી આ વર્કઓર્ડર આપવામાં અગ્રેસર રહ્યો છે. વહિવટી તંત્ર દ્વારા આચારસંહિતા પૂર્ણ થતા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ ના પ્રથમ દિવસે તા.૨૭/૦૫/૨૦૧૯ ના એક જ દિવસે ૯૦ % કામોને વહિવટી મંજૂરી આપી આ કેમ્પ દ્વારા એક જ દિવસે અને એક જ સ્થળેથી વર્કઓર્ડર મળી રહે તેવું આયોજન કરી વિકાસના કામોમાં સહકાર આપી કામને વેગ આપ્યો છે.
વધુમાં સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વર્કઓર્ડર લેવામાં જે તકલીફો પડતી હતી તે તકલીફો આ સરકારે દુર કરી આ આયોજન થકી એક જ દિવસે અને એક જ સ્થળેથી વર્કઓર્ડર આપવાનું કાર્ય કર્યું છે. ત્યારે ૧૮૦ ગામોમાંથી આવેલા સરપંચ તેમજ તલાટીમંત્રી એ જણાવ્યું હતું કે, આ વર્ક ઓર્ડર દ્વારા આપણે પણ સરકારને સહકાર આપી વિકાસના કામોને ઝડપી અને ગુણવત્તા યુક્ત બનાવી સમયસર કામો પૂર્ણ કરવા જોઈએ. જેથી કરી આપણે સૌએ સાથ આપી આ કાર્યને વેગવંતુ બનાવવા સહભાગી બનવું પડશે અને આ પાંચ વર્ષના સમયગાળામાં ગામના વિકાસ માટેના કામોમાં પ્રાથમિક સુવિધાઓને લગતા અનેકગણા કામો પૂર્ણ કરવાની જવાબદારી રહેલી છે. વધુમાં સરકારની વિવિધલક્ષી યોજનાઓનોની વિસ્તૃત માહિતી આપી આ યોજનાનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓને આપવા જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુજીતકુમાર તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ ઉદ્દ્બોધન કર્યું હતું.
આ કાર્યક્રમના અંતમાં મંત્રી સૌરભભાઈ તેમજ મહાનુભાવો દ્વારા આજીવિકા પ્રોજેકટના વર્કઓર્ડરનો શુભારંભ કરી વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, જિલ્લા આયોજન અધિકારી બ્રિજેશ જોષી, જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, ભોળાભાઈ રબારી, મનહરભાઈ માતરીયા, છનાભાઈ કેરાળીયા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના સદસ્યો તથા તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારી – કર્મચારી અને મોટી સંખ્યામાં સરપંચ ઓ ઉપસ્થિત રહ્યા હતા.

તસવીર:વિપુલ લુહાર,રાણપુર(બોટાદ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY