આદર્શ માર્કેટના વેપારીને ફટકારી ટોળાએ દુકાનમાં તોડફોડ મચાવી

0
5

ચ્હાની લારી હટાવવા બાબતના ઝઘડા ટોળાએ વેપારી પર કરેલો હુમલો
સુરત, તા. ૧૦
રિંગરોડ, આદર્શ માર્કેટ-૨મા ચ્હાની લારી હટાવવા બાબતે આઠથી વધુના ટોળાએ દુકાનમાં ઘૂસીને હુમલો કરી તોડફોડ રી હોવાની ઘટના બની હતી.આ ટોળાએ વેપારીઓને ફટકારી દુકાનમાં તોડફોડ કરી હતી. આ બનાવ ગઈકાલે બપોરે ૧ઃ ૩૦ કલાકે બન્યો હતો.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રિંગરોડ આદર્શ માર્કેટ-૧માં ગ્રાઉન્ડ ફલોર ઉપર દુકાન ધરાવતા વેપારી સંદીપ ગુરૂચરણદાસ શર્માએ નિલુ કરિયાવાલા સહિત આઠથી વધુ વ્યકિત સામે ફરિયાદ નોંધાવી હતી. ચહાની લારી હટાવવા બાબતે અદાવત રાખી આરોપીઓ લાકડાના ફટકા સાથે દુકાનમાં ઘૂસી તોડફોડ કરી ફરિયાદીની ભત્રીજી ચેતન શર્મા અને વેપારી તરૂણ જુનેજાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોસઈ પી.એચ. કછવાહીએ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY