સુરતમાં જુદા જુદા ત્રણ સ્થળે જુગાર રમાત ૧૬ લોકો ઝબ્બે

0
2

પોલીસે રૂ.૧.૩૨ લાખની મતા કબજે કરી
સુરત, તા.૧૦
ડીસીબી પોલીસે, અડાજમ અને લીંબાયત પોલીસે દરોડા પાડી જુગારધારા અન્વયે કેસો કર્યા હતા.
લીંબાયત પોલીસે એકતાનગરમાં જુગાર રમતાં આસિફ અબ્દુલ મજીદ અંસારી, રમઝાન અબ્દુલ, ઈસ્તીયાક અંસારી, સમીમ સલીમ, મોહમદ અલી અબદુલ, નિયાઝ અબ્દુલની ધરપકડ કરી રોકડા રૂ.૧૦૬૭૦ કબજે કર્યા હતા.
અડાજણ પોલીસે પંચવટી એપાર્ટમેન્ટના ફ્લેટ નં.બી/૦૪માં જુગાર રમતાં દિનેશ કાંતિ પટેલ, મહેન્દ્ર પવાર, અરવિંદ મફતલાલ વસંત સુંદરવાલા, ગૌતમ અમરત જૈનની ધરપકડ કરી રોકડા પાંચ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૯૭૦૯૦ની મતા કબજે કરી હતી.
ડીસીબી પોલીસે પૂણા રોડ સુરભી સોસાયટી ઘર નં.૨૩૫ના પહેલા માળે જુગાર રમતાં અનંતરાય જાની, દિલીપ જાની, મુકેશ જોષી, મનુ દવે, બલવંત જાષીની ધરપકડ કરી પાંચ મોબાઈલ ફોન, રોકડા મળી કુલ રૂ.૨૪૫૫૦ની મતા કબજે કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY