ગરુડેશ્વર ટ્રાઇબલ મ્યુઝિયમમાં માટી કૌભાંડને લઈને જિલ્લામાં અન્ય કુદરતી સંપત્તિની ચોરીની તપાસના આદેશ 

0
30

ખાણ ખનીજ વિભાગે આપી પોલીસને માટી ચોરીની માહિતી : પણ પોલીસ ફરિયાદ કોના પર નોંધાશે ?

રાજપીપળા : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડાતા માર્ગ બનાવવા વપરાયેલી માટી આદિવાસી મ્યુઝિયમની જગ્યાએથી ચોરી કરવામાં આવી જે માટી કૌભાંડ આજે ખુબ ચર્ચિત બન્યું છે ત્યારે ખાણ ખનીજ વિભાગના આધિકારીની અરજીના આધારે હવે જો પોલીસ ફરિયાદ નોંધે તો કોની સામે નોંધાય કેમકે આ કૈભાંડમાં નર્મદા જિલ્લાના ભાજપના નેતાઓ, અધિકારીઓ અને ગાંધીનગરના અધિકારીઓ પણ છે, છ એજન્સીઓ દ્વારા કાઢવામાં આવેલી માટી માટે ભાજપના નેતાઓ પોતાનો હાથ ચોખ્ખો રાખવા આધિકારીઓને હોળીનું નારિયેળ બનાવે છે અને વિવાદનો મધપુળો છંછેડી રહ્યા છે ત્યારે આ કૌભાંડ અનેક નેતા અને અધિકારીઓને ડુબાડે એવા પણ એંધાણો વર્તાઈ રહ્યા છે.

ગરુડેશ્વર ખાતે બની રહેલ ટ્રાઇબલ મ્યુઝિયમ એક ઉંચી ટેકરીઓ પર બનાવવામાં આવી રહ્યું છે. આ સાત ટેકરીને કાપી સરખી જમીન કરવી જરૂરી હતી આ જગ્યાએ થી માટી કાઢવી અને રોડમાં જરૂરી હોય માટી કાઢવામાં આવી છતાં એક વર્ષ પહેલા થયેલ કામગીરીની જાણ ખાણ ખનીજ વિભાગને ના થઇ પણ ગાંધીનગર ટ્રાઇબલ વિભાગના અધિકારીએ લેખિતમાં અરજી કરતા ખાણ ખનીજ વિભાગ સફાળુ  જાગ્યું અને સર્વે કરાવી  7 ડુંગર માંથી 4.75 લાખ મેટ્રિક ટન માટી અંદાજિત 7,13,85, 233 કરોડની માટી ચોરી થઇ છે નો અહેવાલ બનાવી ખાનખણીજ વિભાગે ગરુડેશ્વર પોલીસને લેખિત અરજી આપી, પોલીસ માટે આ અરજી અધૂરી માહિતીની છે અને ગોળ ગોળ લખી છે એટલે વધુ માહિતી અને સચોટ માહિતી ખાણ ખનીજ વિભાગ પાસે માંગતા પોલીસ હવે ફોજદારી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી રહી છે તો કોની સામે ગુનો નોંધશે ? ભાજપ ના નેતાઓ અને જિલ્લા ના અધિકારીઓ થી માંડી  ગાંધીનગર સુધી આ માી કૌભાંડ નો રેલો પથરાયેલો છે .ત્યારે આ માટી ચોરીના પ્રકારણની જો સચોટ તપાસ થાય તો અનેક મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેમ છે.

ગરુડેશ્વર માટી કૌભાંડ બાબતની અરજી આવી છે જેની તપાસ ચાલુ છે, પોલીસ પણ તપાસ કરી રહી છે. આટલુંજ નહિ જિલ્લામાં ક્યાં પણ રેતી ખનન, કે માટી ખનન કે કોઈ અન્ય કોઈ કુદરતી સંપત્તિઓની ચોરી થતી હોય તેની પણ તપાસ કરવા ખાણ ખનીજ વિભાગને સૂચના આપી છે. ટીમો બનાવી ચેકીંગ કરવાની સૂચના આપી છે. અને આ માટી ચોરીમાં પણ કસૂરવાર સામે પગલાં ચોક્કસ ભરાશે >>આઈ.કે.પટેલ જિલ્લા કલેક્ટર નર્મદા 

ખાણ ખનીજ વિભાગની અરજીના આધારે પોલીસ હાલ તપાસ કરી રહ્યું છે. માટી ચોરી છે જે બાબતની તપાસમાં બહાર આવે એ પ્રમાણે FIR નોંધી આગળની કાર્યવાહી પોલીસ કરશે હાલ પોલીસ ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. >>> હિમકર સિંહ જિલ્લા પોલીસ વડા નર્મદા 

ગાંધીનગર ટ્રાઇબલ વિભાગ માંથી જયારે અમને પત્ર મળ્યો ત્યારે અમે સુરતથી સર્વેયર બોલાવી સેટેલાઇટની મદદથી સર્વે કરાવી માટી સર્વેનો રિપોર્ટ આપ્યો છે બહારથી સર્વેયર દ્વારા કામગીરી કરાવાઈ હોય એટલે વિલંબ થયો છે.અને આવું અન્ય કોઈ પ્રકરણ હશે તેના પર અમારી તપાસ ચાલુ છે >>> દીપેશ દિવેટિયા માઇન્સ સુપરવાઈઝર ખાણ ખનીજ વિભાગ,નર્મદા

નર્મદા ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY