સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારી મંડળની પડતર માંગણીઓ નહીં સ્વીકારાય તો પ્રવેશોત્સવનો વિરોધ કરી શકે છે.

0
249

રાજ્ય પ્રાથમિક શિક્ષણ સચિવ દ્વારા આ કર્મચારીઓ સાથે ઓરમાયું વર્તન કરતા કર્મચારીઓમાં રોષ.

શિક્ષણ સચિવ વિરુદ્ધ કલેકટરને, મુખ્ય મંત્રીને સંબોધતુ આવેદન આપ્યું. 

રાજપીપળા : ગુજરાત રાજ્યમાં સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓએ પોતાની કેટલીક પડતર માંગણીઓને લઈને આંદોલન છેડયું છે.જેમાં એક માંગણીઓ માટે રાજ્ય શિક્ષણ સચિવ એમ આઈ જોશી દ્વારા આ કર્મચારીઓ સાથે અભદ્ર વ્યવહાર કરવા સાથે ગમેતેમ અપ શબ્દો બોલી અને ગત 9 જૂનના મુખ્ય મંત્રીના કાર્યક્રમમાં પણ હાજર ન રહેવાનો પરિપત્ર કરી જે ઓરમાયું વર્તન કરી રહ્યા છે. જેનો પણ વિરોધ કરી સમગ્ર શિક્ષા અભિયાન કર્મચારી મંડળ દ્વારા હકીકત દર્શાવી અને પોતાની પડતર માંગણી ઓ સ્વીકારવા મુખ્ય મંત્રી વિજય રૂપાણીને સંબોધતુ આવેદન પ્રમુખ હેમંત બારોટ સાથે કર્મચારીઓએ આપ્યું હતું.

શિક્ષા અભિયાન કર્મચારી મંડળ દ્વારા ત્રણ મહિના પહેલા એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેના સંદર્ભે મિટિંગ માટે કર્મચારીઓને ગાંધીનગર બોલાવ્યા હતા અને જેમાં રજુઆત કરતા સમગ્ર અધિકારીઓની માંગણીઓ સ્વીકારવાની સહમતી છતાં શિક્ષણ સચિવ એમ આઈ જોશી દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને ગમેતેમ અપશબ્દો બોલવામાં આવ્યા જે બાબતેને લઈને રાજ્યના sspa ના તમામ કર્મચારીઓ રોષે ભરાયા છે અને જો તેમેની મંગણી નહીં સ્વીકારાય તો હવે ઉગ્ર આંદોલન કરશે અને આગામી શાળા પ્રવેશોત્સવનો પણ વિરોધ કરશે એવી ચીમકી આપી છે. ત્યારે શિક્ષણ વિભાગના કર્મચારીઓની માંગને લઈને હાલ વિવાદ ઉભો થયો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY