જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ જ્યાં રહે છે એજ વિસ્તાર માં આવેલી કરજણ કોલોનીી માં એકજ મહિના માં ત્રણ ચાર વખત મોટર બગાડતા પાણીની ગંભીર સમસ્યા

કોલોની માં આવેલા બે હેન્ડ પંપ પૈકી એક પંપ માં દોોોઢું પાણી આવતા કોલોનીના 200 થી વધુ ઘર ના સભ્યો એકજ હેન્ડ પંપના સહારે પાણી પાણી પર નિર્ભર

રાજપીપળા: રાજપીપળા કરજણ કોલોની માં રહેતા 200 થી વધુ ઘરો ના લોકોને ભાર ચોમાસે પાાણી માટે વલખા મારવા પડતા હોય આ સરકારી વસાહત હોવા છતાં વારંવાર ની ફરિયાદો છતાં તંત્ર ના પેટનું પાણી હાલતું નથી ત્યારે છેલ્લા એક મહિના માં ત્રણ થી ચાર વખત આ કોલોની ના બોર ની મોટર બગડતા વારંવાર પાણીની તકલીફ ઉભી થતા લોકો પાણી વગર હાલ છેલ્લા એક અઠવાડિયા થી ફાંફા મારી રહ્યા છે ત્યારે જો સરકારી કોલોની માંજ પાણી જેવી જીવન જરૂરિયાત બાબતે તંત્ર આંખ આડા કાન કરતુ હોય તો અન્ય બાબતે આ રેઢિયાળ તંત્ર શું કરશે…?!
મહત્વની વાત તો એ છે કે ત્યાંજ અંદર જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ રહે છે અને નજીકમાંજ કરજણ સિંચાઈ યોજનાની કચેરી આવેલી હોવા છતાં કોલોની ના રહીશો ની ફરિયાદ નું નિરાકરણ કેમ થતું નથી…?અને વારંવાર મોટર બગડવાનું કારણ શું હોઈ શકે…?શું ભર ચોમાસે ફક્ત એકજ હેન્ડપંપ પર નિર્ભર રહેલા 200 થી વધુ ઘરના સભ્યો ની તકલીફ નું કોઈ કાયમી નિરાકરણ આવશે કે નહિ…?
વારંવાર રજુઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી , રાહુલ પઢીયાર (સ્થાનિક રહીશ )
સ્થાનિક રહીશ રાહુલભાઈ પઢિયારે જણાવ્યું કે એક મહિનામાં અમારા કરજણ કોલોની ના પાણીના બોર ની મોટર ત્રણ ચાર વાર બગડી હતી હાલમાં છેલ્લા એક અઠવાડિયા થી ફરી મોટર બગડી છે અમારે એક હેન્ડ પંપ ના સહારે પાણી ભરવું પડતા આખી કોલોનીના બસો જેવા ઘરો ને ભારે તકલીફ છે છતાં કોઈ સાંભળતું નથી
ઈલેકટ્રીક વસ્તુ છે બગડે એમાં અમે શું કરી શકીયે : મોટાવર સાહેબ (મુખ્ય ઈજનેર , કરજણ સિંચાઈ )
આ બાબતે કરજણ સિંચાઈ યોજના ના મુખ્ય ઈજનેર મોટાવરે જણાવ્યું કે મહિના માં ત્રણ વખત મોટર બગડી હશે પણ ઈલેકટ્રીક વસ્તુ છે બગડે તેમાં અમે શું કરી શકીયે ત્યાંના ડેપ્યુટી ઈજનેર મને રિપોર્ટ કરે તો હું નવી મોટર મંજુર કરાવી આપું કેમ કે આ મોટર અને બોર ની અન્ય વસ્તુ ઘણી જૂની છે માટે તકલીફ આવે
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



