ત્રિરંગા યાત્રામાં પોલીસ જવાનો, એનસીસી ગૃપ, એસ.આર.પી. જવાનો, યુવક મંડળો, વિદ્યાર્થીઓ અને જાહેર જનતા રાષ્ટ્રધ્વજ સાથેની ખૂલ્લી જીપ સાથે ડીજેના તાલે દેશ ભક્તિ ગીતો સાથે નાચ-ગાન કરતા જોડાશે
રાજપીપળા: ભારતના ૭૨ માં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ તા.૧૪ મી ઓગષ્ટ, ના રોજ ‘ત્રિરંગાયાત્રા’ તેમજ ‘યાદ કરો કુરબાની’ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપલા ખાતે યોજાનાર કાર્યક્રમના આયોજન અંગે નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસે તાજેતરમાં રાજપીપલા જિલ્લા કલેક્ટરાલય ખાતે બેઠક યોજી હતી.નાંદોદ પ્રાંત અધિકારી ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, મામલતદાર શેખ, એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય શૈલેન્દ્રસિંહ માંગરોલા, રમત-ગમત અધિકારી મહેશ ચૌધરી, સામાજિક સંસ્થાઓના આગેવાનો વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં વ્યાસે જરૂરી સૂૂૂૂચનાઓ આપીી હતી.
આ ત્રિરંગાયાત્રાને કાળીયાભૂત ચોકડીથી સાંજે ૫.૩૦ કલાકે મહાનુભાવો દ્વારા ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવશે. ત્યારબાદ આ યાત્રા સિવિલ કોર્ટ, બસસ્ટેશન, નંદ રાજાની પ્રતિમા ચોક, લાલટાવર, સ્ટેશન રોડ થઇ સરદાર ટાઉન હોલ ખાતે પહોંચીને તેનું સમાપન થશે. સરદાર ટાઉન હોલ ખાતે યાદ કરો કુરબાની કાર્યક્રમ અંતર્ગત મશાલ પ્રજ્વલન કરવામાં આવશે અને આ મશાલ સમક્ષ દેશ પ્રત્યે સમર્પણના સામુહિક સંકલ્પ લેવામાં આવશે. ત્રિરંગાયાત્રા દરમિયાન કાળીયાભૂત ચોક ખાતે દેશભકિતના ગીતોનું સતત ગાન ડીજેવાન ધ્વારા કરવામાં આવશે. ખુલ્લી જીપમાં રાષ્ટ્ર ધ્વજ રાખવામાં આવશે અને જીપમાં રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ વગેરે દેશ ભકતો/ ક્રાંતિકારોની તસ્વીરો સાથે સુશોભિત કરવામાં આવશે. યાત્રાના રૂટ દરમિયાન નાગરિકો ધ્વારા ફુલની પાંખડીયોથી રાષ્ટ્રધ્વજનું સન્માન કરવામાં આવશે. ત્રિરંગાયાત્રા સાથે શાળા/કોલેજો ધ્વારા દેશભક્તિના ટેબ્લો પણ જોડાશે,ત્રિરંગાયાત્રામાં પોલીસના જવાનો, એન.સી.સી. ગૃપ, એસ.આર.પી. જવાનો, યુવક મંડળના યુવાનો, કોલેજોના વિર્ધાર્થીઓ વગેરે બાઇક પર ત્રિરંગાધ્વજ સાથે રેલીમાં જોડાશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





