પહેલા સાથે ફરે છે અને ગરબડ થાય એટલે દુષ્કર્મનો આરોપ લગાવે છે
શિલોંગ,તા.૧૮
રેપ જેવા ગંભીર અપરાધ પર હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે શરમજનક નિવેદન સામે આવ્યું છે. ખટ્ટરે રેપ અને છેડતી જેવા મામલામાં છોકરીઓ અને મહિલાઓને દોષી ગણાવી છે. તેમણે કહ્યું કે ૮૦ ટકાની ઘટનાઓ છોકરીઓ જાણનાર કરે છે. પહેલા બન્ને સાથે ફરે છે અને બાદમાં કંઈ ગડબડ થઈ તો રેપનો આરોપ લગાવી દે છે.
હરિયાણાના કાલકામાં એક કાર્યક્રમમાં ઝ્રસ્ રેપ પર ચિંતા વ્યકત કરતા પ્રદેશમાં રેપની ઘટનાઓ સામે આવે છે, તો આ પ્રચાર કરવામાં આવે છે કે રેપની ઘટનાઓ વધી ગઈ છે. પરંતુ હુ કેહવા માગુ છુ કે રેપ નથી વધ્યા. રેપ પહેલા પણ થતા હતા અને આજે પણ થાય છે. આને લઈને ચિંતા વધી ગઈ છે. સૌથી મોટી ચિંતાએ વાતની છે કે રેપ અને છેડતીની ઘટનાઓ ૮૦થી ૯૦ ટકા જાણકારોની વચ્ચે થતી હોય છે.
મનોહરલાલ ખટ્ટરે ૨૦૧૪માં પણ બળાત્કારની ઘટનાઓ બદલ મહિલાઓના કપડાને જવાબદાર ઠેરવ્યા હતા. ૨૦૧૨ની દિલ્હી ગેંગરેપની ઘટના હોય કે અન્ય કોઈ આવો જઘન્ય અપરાધ નેતાઓ પાર્ટીલાઈન છોડીને અસંવેદનશીલતા દર્શાવતા હોય છે. આના પર રાજકારણ પણ ખેલાતું હોય છે. પરંતુ મહિલાઓ સામેના જાતીય ગુનાને રાજકારણથી પર રાખીને તેના પર નિયંત્રણ મેળવવા માટે કામગીરી થવી જરૂરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



