નેશનલ કોન્ફરન્સના ભૂતપૂર્વ ધારાસભ્યના આવાસે હુમલો

0
92

શ્રીનગર, તા. ૬
દક્ષિણ કાશ્મીરમાં પોલીસ કોન્સ્ટેબલ જાવેદ અહેમદદારની હત્યાના એક દિવસ બાદ ત્રાસવાદીઓને આજે ફરીવાર પુલવામા જિલ્લામાં નેશનલ કોન્ફરન્સના પુર્વ ધારાસભ્યના આવાસ ઉપર ગ્રેનેડ હુમલો કર્યો હતો. ગ્રેનેડ હુમલાની ઘટના દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં Âસ્થત ત્રાલ વિસ્તારમાં થઇ હતી. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હજુ સુધી ગ્રેનેડ હુમલાને લઇને કોઇને ઇજા થઇ હોવાના સમાચાર મળ્યા નથી. ત્રાસવાદીઓએ ત્રાલમાં નેશનલ કોન્ફરન્સના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ સુભાન ભટ્ટના આવાસ ઉપર બપોરે ૨.૫૦ વાગે ગ્રેનેડ હુમલો કર્યો હતો. સેના, સીઆરપીએફ, પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી જઇને ત્રાસવાદીઓની શોધખોળ કરી રહી છે. ૮મી જુલાઈના દિવસે હિઝબુલના ત્રાસવાદી બુરહાન વાનીની વરસી આવી રહી છે ત્યારે સુરક્ષા દળો ઉપર એકાએક હુમલા તીવ્ર બનાવાયા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY