દહેજ બાયપાસ વિસ્તારમાં પાંચ જેટલાં મકાનોને નિશાન બનાવતાં તસ્કરો

0
318

ભરૂચ શહેર બાયપાસ વિસ્તારોમાં આવેલી નવજીવન સોસાયટીમાં ગતરોજ નિશાચરો દ્રારા પાંચ જેટલાં મકાનોને તસ્કરોએ નિશાન બનાવતાં સમગ્ર સોસાયટી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

બનાવ ની મળતી માહિતી મુજબ ગત રાતથી વરસતા વરસાદમાં લોકો પોતાના ઘરોમા ચેનની ઊંઘ લેતા હતા ત્યારે ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલી નવજીવન સોસાયટીમાં ગત રાત્રીના ત્રાટકેલા ચોરોએ સોસાયટીના પાંચ જેટલા મકાનોને નિશાન બનાવી અંદર પ્રવેશ કરી તિજોરી તોડી હજરોના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતાં.જોકે નવજીવન સોસાયટીમાં દિવસ રાત ગેટ પર વોચમેન હોય છે.પરંતુ ચોર સોસાયટીની કમ્પાઉન્ડ ની દિવલનો તાર કાપીને અંદર પ્રવેશ્યા હોવાનું અનુમાન લગાવાય છે.

ચોરીના બનાવ અંગેની જાણ એ ડિવિઝન પોલીસ મથકે થતા પોલીસ કાફલો દ્વારા ચોરી વાળી જગ્યા એ પહોંચી ચોરી અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બે મકાન માલિકો બહાર હોઈ અને બીજા નવજીવન સોસાયટીના મકાન માલિકો દ્રારા હજુ સુધી કોઈ પણ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી નથી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY