૮૦નું પેટ્રોલ, ૮૦૦ રૂપિયાનો ગેસ,જાણે કઈ દુનિયામાં છે પીએમ : રાહુલ ગાંધી

0
10

ન્યુ દિલ્હી,તા.૧૦
મોંઘવારી અને પેટ્રોલ ડિઝલના વધતા ભાવ વિરુદ્ધ આજે કોંગ્રેસે ભારતબંધનું એલાન કર્યું છે. ભારત બંધની આગેવાની માટે રાહુલ ગાંધી રાજઘાટ ખાતે પહોંચ્યા જ્યાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી અને કૈલાસથી લાવેલું જળ બાપુની સમાધિ પર ચડાવ્યું.
રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના સિનિયર નેતા સહિત વિપક્ષના ઘણાં નેતાઓ રાજઘાટ પહોંચ્યા હતા અને મોંઘવારી વિરુદ્ધની માર્ચમાં જાડાય અને રામલીલા મેદાન પહોંચ્યા. ધરણાં પર બેસેલા રાહુલ ગાંધીએ પોતાના સંબોધન દરમિયાન મોદી સરકારને નિશાને લેતા કહ્યું કે, મોદી સરકારને નિશાને લેતા કહ્યું કે, મોદી સરકારે લોકોને આપેલાં વચનો પુરા કર્યા નથી.
તેમણે કહ્યું કે, પેટ્રોલ આજે ૮૦ને પાર થયું છે જ્યારે ડિઝલ ૮૦ નજીક પહોંચી ગયું છે. તેમજ ન્ઁય્નો ભાવ ૮૦૦ રૂપિયા સુધી પહોંચ્યો છે. પહેલાં પુરા દેશમાં વડાપ્રધાન મોદી કહેતા હતા કે પેટ્રોલના ભાવ વધી રહ્યાં છે પરંતુ આજે એક શબ્દ પણ નથી બોલી રહ્યાં. રેપની ઘટનાઓમાં ભાજપના નેતાઓ સામેલ હોય છે, પરંતુ વડાપ્રધાન ચુપ રહે છે. દેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેઓ એક શબ્દ નથી બોલતા.
તેમણે વધુમાં કહ્યું કે, ય્જી્‌થી લઇને રાફેલ પર મોદીજીએ એક પણ નિવેદન આપ્યું નથી. ખબર નહી વડાપ્રધાન કઇ દુનિયામાં છે. તેમણે કહ્યું કે, ય્જી્‌એ નાના વેપારીઓને ઘણું નુંકસાન પહોંચાડ્યું છે.
મોંઘવારી વિરુદ્ધના ધરણાંમાં રામલીલા મેદાનમાં સોનિયા ગાંધી, મનમોહન સિંહ સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમજ વિપક્ષી દળોમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ, ્‌સ્ઝ્ર નેતાઓ પણ જાડાયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY