કાર અને દૂધના ટેમ્પા વચ્ચે અકસ્માતમાં ૨ના મોત

0
25

બોટાદ,તા.૨૭
ગઢડા બોટાદ રોડ પર કાર અને ટેમ્પા વચ્ચે જારદાર અકસ્માત સર્જાયો હતો. કાર ધડાકાભેર હાઇવે પરના દૂઘ વાહન સાથે અથડાતા કારમાં આગ લાગતા કારમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માત ગઢડા પાસે આવેલા ટાટમ ગામમાં થયો હતો.
કારમાં સવાર યુવકો ગઢડાથી બોટાદ તરફ જઇ રહ્યા હતા. આ સમય દરમિયાન કારની સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. બંન્ને મૃતક યુવકો બોટાદના હોવાનું જાણવા મળ્યું છે. કારમાં આગ લાગવાની ઘટાનાની પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ઘટના સ્થળ પર પહોચ્યાં હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY