ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરીને લોકો ને અલગ પ્રકાર નો સંદેશ આપ્યો
બોટાદ જીલ્લાના રાણપુર એ.પી.એમ.સી.ના ચેરમેન અને ભાજપના પીઢ આગેવાન સેવાકીય પ્રવૃતી સાથે જોડાયેલા નરેન્દ્રભાઈ દવે એ પોતાના 60 માં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી..નરેન્દ્રભાઈ દવે વર્ષોથી પોતાના જન્મદિવસે અલગ-અલગ પ્રકાર ના રોગ ના મફત નિદાન કેમ્પો કરીને લોકસેવા કરતા આવ્યા છે.તેવો રાણપુર તાલુકામાં સૌથી વધુ ફ્રી નિદાન કેમ્પ કરનાર એકમાત્ર વ્યક્તી છે.જ્યારે આજના જન્મદિવસે તેઓએ ગરમી અને તડકામાં પક્ષીઓને રાહત થાય તે માટે ચકલી ઘર અને પક્ષીઓને પીવા માટેના પાણીના કુંડા નું વિતરણ કરીને પોતાનો જન્મદિવસની ઉજવણી કરીને લોકોને એક સેવાકીય સંદેશો આપ્યો છે. લોકો પોતાના જન્મદિવસે કેક કાપી ખોટા ખર્ચા કરીને જે પૈસા ઉડાડે છે તેવા લોકોએ આ પ્રકારના કાર્યો માંથી શીખવા જેવુ છે .નરેન્દ્રભાઈ દવે એ ચકલી ઘર અને પાણી ના કુંડા નુ વિતરણ ચાલુ કરતા લોકો મોટી સંખ્યામાં ચકલી ઘર અને પાણી ના કુંડા લેવા ઉમટી પડ્યા હતા અને થોડીવાર માં તો ખાલી પણ થઈ ગયા હતા.અને કેટલાય લોકો ખાલી હાથે પાછા ફર્યા હતા.ત્યારે નરેન્દ્રભાઈ દવે એ જણાવ્યુ હતુ કે બે દિવસ બાદ કરી થી ચકલી ઘર અને પાણીના કુંડાનુ વિતરણ કરવામાં આવશે.આ પ્રકારની સેવાકીય કામગીરી થી લોકો નરેન્દ્રભાઈ દવે ને બિરદાવી રહ્યા છે
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






