બુધેલ ગામનાં ગ્રામજનોએ એસપી ઓફીસે જીતુ વાઘાણી વિરુદ્ધ આવેદનપત્ર પાઠવ્યું

0
27

ભાવનગર,તા.૨૯
બુધેલના પૂર્વ સરપંચ દાનસંગ મોરી અને જીતુ વાઘાણી વચ્ચે શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. બુધેલ ગામની ૨૦૦થી વધુ મહિલા સહિતના ગ્રામજનો એસપી ઓફીસે જીતુ વાઘાણી વિરુદ્ધના આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોએ એસપી ઓફીસના કેમ્પસમાં જ જીતુ વાઘાણી વિરુદ્ધના સુત્રોચ્ચાર શરુ કરતા ડીવાયએસપીએ ચેમ્બરમાંથી બહાર આવીને તેઓને અટકાવ્યા હતા.
તેમજ ઓફિસ બહાર જ તેમનું આવેદનપત્ર સ્વીકારી રજૂઆત સાંભળી હતી. તમામ ગ્રામજનો કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા દોડી ગયા હતા. ગામલોકોએ જીતુ વાઘાણી સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમના કેટલાક માણસો તેમજ એક પોલીસ કોસ્ટેબલ મળીને ગામની શાંતિ ડહોળી રહ્યા છે.
ગામમાં દાનસંગ મોરીના કાર્યકાળમાં તેમજ હાલના સરપંચ અને તેમના ભત્રીજા ભવાનીસિંહના સમયમાં ગામમાં ઘણા વિકાસના કામો થઈ રહ્યા છે. પરંતુ જીતુ વાઘાણી તેમના માણસો અને તંત્રનો ગેરઉપયોગ કરીને એનકેન પ્રકારે દાનસંગભાઈને હેરાન કરવા તેમની સામે ખોટી અરજીઓ કરવામાં આવી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY