જન આક્રોશ : આતંકી હાફિઝ સહિદના પૂતળાને ગોળી મારી દહન કર્યું

0
7

નવસારી,તા.૧૫
જમ્મૂ-કાશ્મીરમાં વધુ એક મોટો આતકી હુમલો થયો છે. આતંકીઓએ સુરક્ષાબળોના જવાનોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. પુલવામાના અવંતીપોતાના ગોરીપોરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મોહમ્મદ નામના આતંકવાદી સંગઠનો હુમલો કર્યો છે. આ હુમલામાં સીઆરપીએફના ૩૭ જવાનો શહીદ થયા છે.
દેશના જવાનો પર કાયરતાપૂર્ણ હુમલો કરી હત્યા કરનારા આતંકવાદીઓ વિરુદ્ધ લોકોમાં આક્રોશનો જ્વાળા ભભૂકી રહ્યો છે.
જેમાં નવસારી શહેરના યુવાનો અને ગૌરક્ષકોએ હાફિઝ સહિદના પૂતળાને એર ગનથી ગોળી મારી કેન્દ્ર સરકારને કડકાઈ પૂર્વક આતંકવાદ સામે પગલાં લેવા માગ કરી છે. યુવાનોએ શહેરના જુનાથાણા સર્કલ ખાતે ભેગા થઈ આતંકવાદનું પૂતળા દહન પણ કર્યું હતું.
ઉલ્લેખનિય છે કે જમ્મૂ-કાશ્મીરમાં આ હુમલો આઈઈડી બ્લાસ્ટ હતો. જેમાં ૩૭ જવાનો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીઆરપીએફનો કાફલો જઈ રહ્યો હતો જેમાં સંખ્યાબંધ વાહનોમાં સીઆરપીએફના ૨૫૦૦થી વધારે જવાનો સવાર હતાં. જેમાંથી આતંકીઓએ સુરક્ષાબળોને એક જ ગાડીને નિશાન બનાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY