૨૬-૧૧ના મુંબઈ હુમલા પર નવાઝ શરીફનું વિવાદિત નિવેદન, મુશર્રફે દેશદ્રોહનો કેસ ચલાવા કરી માંગ

0
94

ઇસ્લામાબાદ,તા.૧૬
પાકિસ્તાનના ભૂતપૂર્વ લશ્કરી શાસક જનરલ પરવેઝ મુશર્રફે ૧૯૯૯માં કારગીલમાંથી પાકિસ્તાની સેનાની પીછેહઠ માટે નવાઝ શરીફને જવાબદાર ઠેરવ્યા છે.
મુશર્રફે માંગણી કરી છે કે શરીફ પર મુંબઈ હુમલા મામલે આપવામાં આવેલા નિવેદન મામલે દેશદ્રોહનો કેસ ચાલવો જાઈએ. કારગીલ યુદ્ધ વખતે જનરલ મુશર્રફ પાકિસ્તાની સેનાના પ્રમુખ હતા.
૨૬-૧૧ના મુંબઈ હુમલા પર પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર પોતાની પ્રતિક્રિયા આપતા ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગના પ્રમુખ મુશર્રફે કારગીલ યુદ્ધ મામલે પણ વાતચીત પણ કરી હતી. મુશર્રફનું કહેવું છે કે પાકિસ્તાન આ લડાઈમાં પાંચ અલગ-અલગ સ્થાનો પર મજબૂત સ્થિતિમાં હતું.
પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફે તેમને ઓછામાં ઓછું બે વખત સ્થિતિ બાબતે પુછયું હતું. તેમણે સવાલ કર્યો હતો કે શું પાકિસ્તાની સેનાએ પાછા આવી જવું જાઈએ. જનરલ મુશર્રફે શરીફના દાવાને રદિયો આપ્યો છે. આ દાવામાં શરીફે કહ્યુ હતું કે કારગીલમાંથી પાકિસ્તાની સેનાની પીછેહઠ મામલે તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા.
પાકિસ્તાનના ભૂતપૂર્વ તાનાશાહ જનરલ મુશર્રફે કહ્યુ છે કે તત્કાલિન સેનેટર રાઝા જફારુલ હક અને તત્કાલિન ગૃહ પ્રધાન ચૌધરી શુજાતે પણ સેનાને પાછી હટાવવાનો વિરોધ કર્યો હતો. પરંતુ અમેરિકાથી પાછા ફર્યા બાદ પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફે પાકિસ્તાની સેનાને કારગીલમાંથી પાછા ફરવાનો આદેશ આપ્યો હતો.
મુશર્રફનો દાવો છે કે નવાઝ શરીફ પર આ મામલે ભારત સરકારનું દબાણ હતું. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર અને હત્યા સહીતના ઘણાં કેસોનો સામનો કરી રહેલા ૭૪ વર્ષીય જનરલ પરવેઝ મુશર્રફ ગત વર્ષથી દુબઈમાં જ વસવાટ કરી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY