ક્રિકેટર નવજોત સિદ્ધુની પુત્રીએ રાજકારણમાં પ્રવેશ કરવાનો આપ્યો સંકેત

0
380

અમૃતસર,તા.૧૬
૧૯૮૮ રોડરેઝ મામલામાં નવજાત સિદ્ધુને મંગળવારે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ તેની દીકરી રાબિયા સિદ્ધુએ મીડિયા સમક્ષ ખુશી વ્યક્ત કરી હતી. રાબિયાએ સૌથી પહેલા ભગવાન અને કોર્ટનો આભાર માન્યો હતો.
મીડિયા સાથે વાતચીત દરમિયાન રાબિયાએ રાજકારણમાં આવવાનો સંકેત આપ્યો છે. રાબિયાએ કહ્યુ કે, જો પપ્પા ઈચ્છશે તો હું રાજકારણમાં પ્રવેશ કરીશ.
તેણે કહ્યુ કે, જો પંજાબનું ભલું થતું હોય તો રાજકારણમાં આવવા માટે તૈયાર છું.
રાબિયાએ પ્રાઇમરી એજ્યુકેશન પટિયાલાની પાદવિંદ્ર પબ્લિક સ્કૂલમાંથી લીધું છે. ૨૦૦૯થી૨૦૧૩ દરમિયાન પાથવેઝ વર્લ્ડ સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ ૨૦૧૩માં સિંગાપુરની લસલ્લે કોલેજ ઓફ ધ આટ્‌ર્સમાં ફેશન ડિઝાઇનનો કોર્સ કર્યો છે.
રાબિયા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે અને સતત તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY