તા.૨૦’થી નવસારી જિલ્લામાં એકતા યાત્રાનો આરંભ કરાશે

0
12

સુરત, તા.૧૮
તા.૨૦મી અોકટોબરના રોજ નવસારી જિલ્લામાં એકતાયાત્રાનો પ્રારંભ થઇ રહયો છે. સામાજિક, ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ઇશ્વરસિંહ પરમાર જલાલપોર તાલુકાના મરોલી ખાતેથી સવારે ૮ વાગે એકતાયાત્રાનો પ્રારંભ કરાવશે.
નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે સરદાર સરોવર પાસે નિર્માણ થયેલી સરદાર વલ્લભભાઇ પટેલની ઐતિહાસિક પ્રતિમાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૩૧ મી અોકટોબરના રોજ રાષ્ટ્રને અર્પણ કરશે. દેશની અખંડિતતા અને એકતાને ટકાવી રાખવા સરદાર વલ્લભભાઇ પટેલનું અનેરું યોગદાન રહયું છે. રાજયમાં લોકોમાં જાગૃતિ સાથે એકાત્મતાનો ભાવ કેળવાઇ તે હેતુસર એકતાયાત્રાનું બે ભાગમાં આયોજન થયું છે. તા.૨૦ થી તા.૨૯ અોકટોબર સાથે તા.૧૨ મી તા.૨૧ નવેમ્બર સુધી એકતાયાત્રા ઘ્વારા રાષ્ટ્રવાદની લાગણી જાગૃત કરવાનો આશય રહયો છે. જિલ્લાના ૨૨૦ જેટલા ગામોમાં બે તબકકામાં એકતાયાત્રા યોજાશે. નવસારી જિલ્લાના જલાલપોર, નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં ૬૦ ટકા ગામોને આવરી લીધા છે. દરેક તાલુકાના
આભાર – નિહારીકા રવિયા ગામવાઇઝ રૂટો નકકી કરાયા છે. નવસારી કલેકટર ર્ડા.એમ.ડી.મોડીયાના માર્ગદર્શન હેઠળ એકતાયાત્રાનું સુચારૂ આયોજન થયું છે. એકતારથ દ્વારા લોકોમાં જાગૃતિ કેળવવામાં આવશે. તા.૨૦ મીએ એકતાયાત્રાનો મરોલીખાતેથી પ્રારંભ થઇ, મહુવર, ચોખડ, નડોદ, વાડા, પોîસરા, પરૂજણ, કરાખંટ, માંગરોળ, નિમળાઇ અને ઉભરાટ ગામમાં ફરશે. રથની પુજા, આરતી કરી સાથે સરદાર પટેલના જીવનના સંસ્મરણો ઘ્વારા દસ્તાવેજી વિડીયો ફિલ્મનું નિદર્શન, કરાશે. જલાલપોર તાલુકામાં તા.૨૦/૧૦/૧૮ થી તા.૨૩/૧૦/૧૮ સુધી એકતાયાત્રા ઘુમશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY