તા.૩૦’મીએ વાપીમાં મેગા રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું

0
9

નવસારી, તા.૧૮
નવસારી જિલ્લાના રોજગારી મેળવવા ઇચ્છુક રોજગારવાંચ્છુઅો માટે રોજગાર અને તાલીમ ગાંધીનગર વિભાગ આયોજીત રાજયકક્ષાએ કલસ્ટર્સ મેગાજાબફેરના ભાગરૂપે વાપી ખાતે વલસાડ, નવસારી અને આહવા-ડાંગ જિલ્લાના ઉમેદવારો માટે તા.૩૦/૧૦/૧૮ ના રોજ સવારે ૯-૩૦ કલાકે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોલ, જી.આઇ.ડી.સી. ચાર રસ્તા વાપી ખાતે મેગા જાબફેર કાર્યક્રમ યોજવામાં અવાનાર છે. આ કાર્યક્રમમાં ખાનગી ક્ષેત્રે ત્રણે જિલ્લાઅોમાંથી ખાલી જગ્યાઅો મેળવી રોજગારી મળી રહે તેવા પ્રયાસરૂપે અને નોકરીદાતાને તેઅોની જરૂરિયાત મુજબના ઉમેદવાર ઉપલબ્ધ થઇ શકે તે અંગે રોજગારવાંચ્છુ વચ્ચે કડીરૂપ બની રોજગારી આપી શકાય તેવા પ્રયત્નરૂપે આ નોકરીદાતાઅો ખાનગી કંપનીઅો ધોરણ-૧૦/૧૨ પાસ, સ્નાતક અને આઇ.ટી.આઇ. ના તમામ ટ્રેડના ઉમેદવારોએ તેમના શૈક્ષણિક લાયકાત અંગેના તમામ અસલ/ઝેરોક્ષ પ્રમાણપત્રની નકીલ અને બાયોડેટા (ત્રણ નકલ) સાથે ઉપરોકત સ્થળે હાજર રહેવા જણાવાયું છે.
વધુ જાણકારી માટે employment.gujarat.gov.in પોર્ટલનો ઉપયોગ કરવો. પોર્ટલ પર દરેક ઉમેદવારો તેમજ નોકરીદાતાઅોએ તેમના મોબાઇલ નંબર તેમજ ઇ-મેઇલ આઇડી સત્વરે અપડેટ કરાવી લેવા જણાવવામાં આવે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY