વિજલપોરનાં પૃથ્વી એપાર્ટમેન્ટમાં ગૃહીણી ઘરને તાળું મારી સામાજીક કાર્ય માટે જતાં બપોરે ૧ થી ૫ વાગ્યાનાં સમય દરમ્યાન કોઈ ચોર ઈસમોએ તાળુ તોડી એક ઘરમાંથી ૮૬ હજાર તથા સામેના ઘરનું તાળુ તોડી રૂ.૭૦ હજારની ચોરી કરી હોવાની સનસનીખેજ ચોરીની વિગત પોલીસ ચોપડે નોંધાઇ છે.
વિજલપોરનાં પૃથ્વી એપાર્ટમેન્ટમાં મયુરી નિલેશ પટેલ તેની સાસુ તથા બે બાળકો સાથે રહે છે. મયુરીબેન શિક્ષિકા હોય ગત રોજ બપોરે ઘરે કોઈ ન હોય અને સામાજીક કાર્ય હોય બપોરે ૧ વાગ્યે ઘરે તાળુ મારી કાર્યક્રમમાં ગયા હતા. આ તકનો લાભ લઈને અજાણ્યા તસ્કરોએ તાળુ કોઈ સાધન વડે તોડીને પ્રવેશ કરી બેડરૂમમાં ખુલ્લા મુકેલા બે કબાટમાંથી રોકડા રૂ.૪૭ હજાર, ઘડીયાળ, સોનાની બંગડી રૂ. ૩૦ હજાર, સોનાની વીંટી કિમત રૂ.૫ હજાર તથા ૧૦૦ કેનેડિયન ડોલર મળી કુલ્લે રૂ.૮૬ હજારની ચોરી કરી ગયા હતા. મયુરીબેન સાંજે ૫ વાગ્યાનાં સુમારે ઘરે આવી તાળુ તુટેલ જોયું તો તેઓએ પડોશીને જાણ કરવા ગયા તો તેમનું તાળુ પણ હતુ અને તેમના ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી તેમણે તુરંત વિજલપોર પોલિસીને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે આવીને જોયું તો મયુરી પટેલના ઘરથી કુલ રૂ.૮૬ હજારની ચોરી થયાની પોલીસ ફરિયાદ કરી હતી. વિજલપોરમાં ભરબપોરે તસ્કરોએ પૃથ્વી એપાર્ટમેન્ટના પેહલા માળે બે ફ્લેટોને નિશાન બનાવીને રૂ. 150 લાખની ચોરી કર્યાની ઘટના પોલીસને પરસેવો પડાવી ગયી હતી વધુ તપાસ પોસઇ ગરાસીયા કરી રહ્યા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"