માંગણીઓ સંતોષાતા આખરે આર.પી.એલ કંપનીના કામદારોની હડતાલ સમેટાઇ

0
343

રાજપારડી:

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પાસે આવેલ રાજશ્રી પોલીમર્સ કંપનીમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ માંગણીઓના મુદ્દે ચાલતી હડતાલનો આજે સુખદ અંત આવ્યો હતો. કંપની મેનેજેન્ટે કામદારોની માગણીઓ સ્વકારતા કામદારોએ હડતાલને સમેટી લઇ કામમા જાડાયા હતા.
ઝઘડીયા રાજશ્રી પોલીમર્સ કંપનીમાં વિવિધ માંગણીઓને લઇ કંપની મેનેજમેન્ટ સાથે ગજગ્રાહ ચાલી રહ્યા હતો. મેનેજમેન્ટ કામદારી માંગણીઓ સામે આંખ આડા કાન કરતા આખરે કામદારોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. કામદારો હડતાલ પર ઉતરતાજ કંપની મેનેજમેન્ટનો નોટીસ ફટકારી હતી. જેના કારણે બરતામાં ઘી હોમાયુ હતું. કામદારઓએ નોટીસ મળતાજ આંદોલનની વધુ ઉગ્ર બનાવ્યું હતું જેના પગલે એક તબક્કે કંપની હાથે પોલીસનો કાફલો તેનાત કરી જેવાયો હતો. જા કે આજ રોડ કામદારોનો મિજાજ જાઇ કામદારો સાથે વાટાઘાટો કરી તેની મોટા ભાગની માંગણીઓ સંતોષી લીધી હતી. કામદારોના પરિવારને રૂ ૭૫ હજારની મેડીકલ સુવિધા, પગારમાં રૂ. ૪ હજારનો વધારો મોંધવારી ભઠ્ઠું ચુકવવું અને સાથે સિન્યોરીટી પ્રમાણે વળતર પોલીસી અપનાવાની ખાતરી અપાઇ હતી. કામદારોની મોટાભાગની માંગણીઓ સંતોષાઇ જતા કેટલાક દિવસથી ચાલતી હડતાલનો અંત આવ્યો હતો.

રિપોર્ટર : પ્રકાશ ચૌહાણ, રાજપારડી

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY