ભૂગોળ ફેરવી શકાતી નથી. સીમાડાઓને અન્યત્ર ખસેડી શકાતા નથી એટલે પડોશી રાષ્ટ્ર દોસ્ત બનીને ન રહે તો કંઈ નહીં, પણ દુશ્મની ન રાખે એવી અપેક્ષા એક શાંતિપ્રિય દેશ તરીકે ભારત રાખે છે, પણ પડોશી દેશ પાકિસ્તાન ભારતમાં આતંકી આબોહવા કાયમ રાખવામાં મશરૂફ છે. એટલે જ ક્રિકેટરમાંથી વડા પ્રધાન બનેલા ઈમરાન ખાન એક ખેલાડી તરીકેની સ્પોર્ટમેન સ્પિરિટ ગુમાવી બેઠા છે અને પાક લશ્કરની કઠપૂતળી બનીને નર્તન કરે છે. પાકિસ્તાન લશ્કરને કાયમ પપેટ મળી રહે છે. ઈમરાન ખાન એમાંથી બાકાત રહ્યા નથી. એક ખેલાડી તરીકે આ શરમજનક વાત છે.
હજી હમણાની જ વાત છે. તેમણે આવતા વર્ષે ભારતમાં યોજાનારી સામાન્ય ચૂંટણી પછી ભારત સાથે વાટાઘાટો કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ૨૦૧૯ની ચૂંટણી પછી જ કેમ? ઈમરાન ખાનની આંખમાં સાપ રમે છે. હવે એ ક્રિકેટના ખેલાડી તો રહ્યા નથી અને રાજકારણના અઠંગ ખેલાડીય બની નહીં શકે. કઠપૂતળી માત્ર બીજાના હાથની દોરથી નૃત્ય કરી શકે.
ભારત સાથેના વેર- દુશ્મનાવટ- વૈમન્સ્યની ગાથા વર્ણવતી બુક ઈમરાન ખાન અને પાક લશ્કર સાથે મળીને વાચી રહ્યા છે. બન્ને એક જ પાના પર છે. આ વાતનો અંદાજ પાકિસ્તાનમાં થયેલા આ નવા ડેવલપમેન્ટમાંથી મળી રહે છે.
મુંબઈ પર આતંકવાદી હુમલો કરવા પાછળનું મુખ્ય ભેજું ગણાતા હાફીઝ સઈદના નેજા હેઠળની જમાત-એ- દાવા અને ફલહ- આઈ-ઈન્સાનિયત (એફઆઈએફ)- આ બન્ને ગ્રુપ પાકિસ્તાનની પ્રતિબંધિત જૂથો- સંસ્થાની યાદીમાંથી મુક્ત થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઠરાવ મુજબ આ બન્ને જૂથોને બહિષ્કૃત જાહેર કરતો વટહુકમ લૅપ્સ થઈ ગયો છે અને ઈમરાન ખાનની સરકારે તેને એકસ્ટેન્ડ કર્યો નથી. વડા પ્રધાન બન્યા બાદ ભારત સાથે મૈત્રીનો હાથ લંબાવવાની શેખી કરનારા ઈમરાન ખાને વટહુકમને એકસ્ટેન્ડ નહીં કરીને ત્રાસવાદી આખલાઓને છોડી મુકિયા છે. નેશનલ કાઉન્ટર ટેરરીઝ આૅથોરિટીની વેબસાઈટ પર પાંચમી સપ્ટેમ્બરે અપડેટ થયેલી યાદી મુજબ પાકિસ્તાનમાં ૬૬ સંસ્થાઓ પર પ્રતિબંધ છે. આ યાદીમાં જેયુડી અને એફઆઈએફ નથી.
ભારત સાથેના સંબંધો સુધારવાના સૌપ્રથમ પગલાંમાં મુંબઈને ત્રાસવાદથી ધમરોળી નાખનારાઓ પર લગામ તાણવાને બદલે તેમને આ રીતે ‘મુક્ત’ કરવાનું પગલું શું સૂચવે છે? ભારતમાં અમન- શાંતિ નહીં રહેવી જાઈએ. ત્રાસવાદી છમકલાં સતત થતા રહેવા જાઈએ. પાકિસ્તાનનો આથી વિશેષ નાપાક ઈરાદો બીજા કયો હોઈ શકે.
હકીકતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ મમ્નૂન હુસેને આ બન્ને ઓર્ગેનાઈઝેશનો પર પ્રતિબંધ મૂકવા માટે ૧૯૯૭ના ત્રાસવાદ વિરોધી કાયદામાં સુધારો કરીને વટહુકમ બહાર પાડ્યો હતો અને ઈમરાન ખાનની સરકારે આ વટહુમકને એકસ્ટેન્શન નહીં આપીને તેની પર ઠંડું પાણી ફેરવી દીધું.
ઈમરાન ખાન ‘સ્પાટ્ર્સમેન’ રહી ચુકવ્યા છે. તેમનું મનોબળ મજબૂત છે, તેઓ કોઈપણ વાત પર ફોક્સ કરીને ધાર્યું પરિણામ લાવી શકે છે. ઈમરાન ખાન ફાઈટર છે, પછી ક્રિકેટ ગ્રાઉન્ડ હોય કે રાજકારણ. મુકાબલો કરવાનો એમનો મિજાજ જાણીતો છે.
ભારત માટે આમેય આગામી એક વર્ષ મહત્વનું છે. ચૂંટણીઓ આવી રહી છે એ સંજાગોમાં ત્રાસવાદી જૂથોની મુકિત ભારત માટે મોંઘી પુરવાર ન થાય એવી સાવચેતી મોદી સરકારે રાખવી પડશે. આંતરિક સંરક્ષણ- સુરક્ષા, ચૂંટણીના આગમન પહેલાં મહત્વની છે. ભાઈચારાની વાતો કરનારું પાકિસ્તાન આપણને ‘ચારો’ સમજે છે એ વાત ભૂલવી નહીં જાઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



