૨૦૧૯ ચૂંટણી : દિલ્હીમાં સાંસદોની લોકપ્રિયતા કેટલી ? ભાજપ સર્વે કરી તાગ મેળવશે

0
62

ન્યુ દિલ્હી,તા.૨૬
ભારતીય જનતા પાર્ટીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હોય એમ લાગે છે. ભાજપના તેના દિલ્હીના સાંસદોની લોકપ્રિયતા કેટલી અકબંધ છે તેનો તાગ મેળવવા માટે સર્વે કરશે. આ સર્વેના આધારે આગામી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં ઉપયોગી નિવડશે.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે દિલ્હીની તમામ બેઠકો એટલે કે સાત બેઠકો જીતી લીધી હતી. જા કે, આગામી લોકસભા ચૂંટણીમાં આ સાતેય લોકસભા બેઠકો જાળવી રાખવી મોટી ચેલેન્જ બની રહેશે.
ભાજપના દિલ્હીનાં એક નેતાના જણાવ્યા અનુસાર, એક કન્સલટન્સી ફર્મ દ્વારા સપ્ટેમ્બર મહિનાના પહેલા બે અઠવાડિયામાં સર્વે કરવામાં આવશે.
આ નેતાએ વધુમાં જણાવ્યુ કે, “આ સર્વેમાં સાંસદોની લોકપ્રિયતાની સાથે સાથે તેમણે કરેલા કામની કેટલી અસર થઇ છે તે વિશે પણ તાગ મેળવવાનો પ્રયાસ થશે. આ ઉપરાંત, છેલ્લા ચાર વર્ષ મોદી સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓના અમલીકરણ અને તેની અસર વિશે પણ લોકો પાસેથી જાણવામાં આવશે. આ સર્વ માટે એક પ્રશ્નાવલી બનાવવામા આવી છે. આ સર્વેના તારણો ભાજપના દિલ્હીના સિનીયર નેતાઓ અને કેÂન્દ્રય નેતાઓ સાથે ચર્ચવામાં આવશે.
દિલ્હીમાં ભાજપ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ બે ચેલેન્જ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એવો દાવો કર્યો છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં દિલ્હીની તમામ સાત બેઠકો જીતી જશે.
ભાજપના નેતાએ વધુમાં જણાવ્યુ કે, “આ સર્વેના આધારે આગામી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં ઉપયોગી થશે અને ચૂંટણીની રણનિતી ઘડવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કહેવાતા સર્વે વિશે પણ વિગતો મળશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY