નેહરુને વાંધો હતો સરદારથી,તેમના પૌત્રને સરદારની પ્રતિમાથી! : સ્મૃતિ ઈરાની સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાજકારણ ગરમાયુ : એહમદ પટેલે ફોટો શેર કરી પ્રહાર કર્યા

0
7

ન્યુ દિલ્હી,તા.૨૮
રાફેલ ડીલ અને સ્ટેચ્યૂ આૅફ યુનિટીને લીઈને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ગુજરાતમાં બની રહેલી સરદાર પટેલની મૂર્તિ પણ મોદી સરકારે ચીન પાસે બનાવડાવી છે. મોદી સરકારે ભારતીય યુવાનોને રોજગાર આપવાને બદલે ચીનના હજારો લોકોને આ મૂર્તિ નિર્માણમાં રોજગાર આપ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષના આવાં નિવેદન બાદ આ મામલે રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્‌વીટ કરીને કહ્યુ કે “નેહરૂને વાંધો હતો સરદારથી, અને તેમના પૌત્રને સરદારની પ્રતિમાથી! એક પરિવારે સરદારની મહિમાને ભૂસવામાં કોઈ કસર નથી છોડી. પણ હવે ગુજરાત સરદાર સાહેબ સાથે વધુ અન્યાય નહિ સાંખે. હજારો ભારતીયોના યોગદાનથી બનેલ સ્ટેચ્યૂ આૅફ યુનિટીને ટૂંક જ સમયમાં પીએમ મોદી દેશને અર્પણ કરશે.” જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્‌વીટ કરીને કહ્યુ કે “ભવ્ય ‘સ્ટેચ્યૂ આૅફ યુનિટી’નું નિર્માણ કરીને સરદારને આખો દેશ શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યો છે એવા સમયે કોંગ્રેસના અધ્યક્ષ આ પ્રોજેક્ટને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય અહેમદ પટેલે એક ફોટો ટ્વિટ કર્યો હતો જેમાં સરદારની મૂર્તિ પાસેથી જઈ રહેલા ચીની મજૂરો નજરે પડી રહ્યા છે, સાથે જ અહેમદ પટેલે પ્રશ્ન પૂછ્યો કે આ ચીની પ્રવાસીઓ છે કે કામદારો?

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY