વર્ષ-૨૦૧૮માં ભારતનો જીડીપી વૃદ્ધિદર ૭.૪ ટકા રહેશે : આઈએમએફ

0
90

વાશિંગ્ટન,
તા.૨૦/૪/૨૦૧૮

કર વસૂલાતની નબળી કામગીરીની મુક્તિ માટે ભારતે જીએસટીનો સંપૂર્ણ અમલ કરવો જાઈએ

ભારતના દેવા કરતા ચીનના દેવાને ચિંતાજનક દર્શાવ્યું આઈએમએફએ,ભારત વિશ્વનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે (આઇએમએફ) ભારતીય અર્થતંત્રના ભરપેટ વખાણ કર્યા હતા. બીજી તરફ તેણે કેરવસૂલાત અંગે પણ ભારત માટે કેટલીક ચેતવણીઓ ઉચ્ચારી હતી. આઈએમએફે જણાવ્યું હતું કે, કર વસૂલાતની નબળી કામગીરીથી મુક્તિ મેળવવા માટે ભારતે જીએસટીનો સંપૂર્ણ અમલ કરી દેવો જાઈએ.

નબળી કર વસૂલાતથી સરકારી ખર્ચમાં કાપ મૂકવા પડે છે. ભારત હવે નોટબંધી અને જીએસટીના અમલ બાદની અર્થતંત્ર પરની વિપરિત અસરોમાંથી બહાર આવી ગયો છે તેથી હવે જીએસટીને સંપૂર્ણપણે લાગુ કરવો જાઈએ. બીજી તરફ આઇએમએફના એપ્રિલ ૨૦૧૮ માટેના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકના આંકડાઓ અનુસાર વર્ષ ૨૦૧૭માં ભારતીય અર્થતંત્ર ૨.૬ ટ્રિલિયન ડોલરને આંબી ગયું હતું. આમ ભારત વિશ્વનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. ભારતે ફ્રાન્સને પછડાટ આપીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પહેલા પાંચ સ્થાને અનુક્રમે અમેરિકા, ચીન, જાપાના, જર્મની અને બ્રિટન છે. નાણામંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત માટે આ એક સીમાસ્થંભ સ્વરૂપ ઘટના છે. આ ભલે સાંકેતિક લાગતું હોય પરંતુ તેની અસરો લાંબાગાળે જાવા મળશે. આ નંબરગેમ મંતવ્યો અને અભિગમ તૈયાર કરે છે. સૌથી વધુ મહત્વની વાત એ છે કે, આ નંબરગેમ મૂડીરોકાણના નિર્ણયો પર મોટી અસર કરે છે.

આઇએમએફે વર્ષ ૨૦૧૮ માટે ભારતના જીડીપીનો વૃદ્ધિદર ૭.૪ ટકા પર જાળવી રાખ્યો છે જ્યારે ૨૦૧૯માં ભારતનો જીડીપી વૃદ્ધિદર ૭.૮ ટકા પર પહોંચવાનું અનુમાન કર્યું છે. આ અગાઉ વિશ્વ બેન્કે ૨૦૧૮ માટે ભારતનો જીડીપી વૃદ્ધિદર ૭.૩ ટકા અને ૨૦૧૯ માટે ૭.૯ ટકા અંદાજ્યો હતો.

આઇએમએફે જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર ન કેવળ બેઠું થયું છે પરંતુ સાઉથ એશિયાને વિશ્વના સૌથી ઝડપથી વિકાસ પામતા પ્રદેશ તરીકે સ્થાન અપાવવામાં તેની ભૂમિકા મહત્વની રહી છે. જીડીપીની ઘોડાદોડમાં ભારતે ફ્રાન્સને એક સ્થાન પાછળ ખસેડી છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આઇએમએફે ભારતની સાચી આર્થિક નીતિઓની પ્રશંસા કરી છે. આઇએમએફે જણાવ્યું છે કે ભારતે તેના માથા પરનું દેવું ઘટાડવા માટે સાચી નીતિઓ અપનાવી છે. નવી દિલ્હી યોગ્ય નીતિઓ દ્વારા દેવા ઘટાડી રહી છે. આ સાથે આઇએમએફે ચીનને ચેતવણી આપી હતી કે, વિકસિત અને ઊભરતા બજારો જેવા અર્થતંત્રોમાં સરકારી દેવું ઘણું ઊંચુ છે. ચીને આર્થિક આંચકા આપે તેવી નીતિઓથી દૂર રહેવું જાઈએ. ચીનના માથે વિશ્વના કુલ દેવા પૈકીનું ૪૩ ટકા દેવું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY