નેત્રંગના વેપારીને 3.5 લાખના કપાસની લાલચ આપી છેતરપીંડી કરનારા 3 જામજોધપુરથી ઝડપાય

0
512

નેત્રંગ:

નેત્રંગમાં વેપારીને એક મણના રૂપિયા ૫૦ વધારે આપવાની લાલચ આપી રૂપિયા ૩.૫ લાખનો કપાસ લઇ જઇ મોરબિના માર્કેટમાં વેચી દઇ રૂપિયા ચાઉ કરી જનાર શખ્સોને આવા જ એક ગુના હેઠળ સેઠવાળા જામ જાધપુર પોલીસે ધડપકર કરતા નેત્રંગ પોલીસે ત્રણેય ને જામનગર સબ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી નેત્રંગ લાવી પુછતાછ કરતા ત્રણેય આરોપીઓએ કપાસના વેપારી સાથે છેતરપીંડી કરવા સહિત આઠ ગુનાઓની કબુલાત કરી હતી.
નેત્રંગ ગામના કપાસના વેપારી ચિરાગસિંહ રણજીતસિંહ જાધવને ફોન કરી પોતે રાજકોટથી સંજય દલાલ બોલું છું તેવું ખોટું નામ આપવા ઉપરાંત તેમના પિતાજીને પણ ઓળખતા હોવાનો અને તેમની સાથે અગાઉ કપાસનો વેપાર કર્યો હોવાનો દાવો કરી વિશ્વાસમાં લઈ કપાસના મણના 50 રૂપિયા વધુ આપીશ એમ કહી જૂનાગઢના ગળગાવમાં રહેતા કેતન ઉર્ફે ધનો ઘનશ્યામ પટેલ 8 ટન કપાસ ટેમ્પામાં ભરી લઈ ગયો હતો.જે કપાસ ગોંડલની જગ્યાએ મોરબી માર્કેટ યાર્ડમાં નાખી 3.5 લાખ રૂપિયામાં વેચી માર્યો હતો. કેતન ઉર્ફે ધના એ નેત્રંગના વેપારી ચિરાગસિંહને ખોટા વાયદા કરી રૂપિયા નહીં આપતા કેતન પટેલ સહિત તેના સાથીદાર જૂનાગઢના ચુડા ગામના વૈભવ ભરતભાઇ નિમાવત અને કોઠારીયા ગામના અશ્વિન જેન્તી પટેલ સામે છેતરપીડીની ફરિયાદ નોંધઈ હતી. ત્રણે આરોપિઓ એક વર્ષથી નાસતા ફરતા હતા.આ ત્રણેય વેપારીઓ, જીનિંગવાળા સાથે છેતરપિંડીઓ કરવાના ગુનામાં સેઠવાળા જામજોધપુર પોલીસના હાથે ઝડપાયા હતા. જ્યાં તેમણે નેત્રંગના વેપારી સાથે પણ છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરતા જામનગરની સબજેલ માંથી ટ્રાન્સફર વોરંટથી નેત્રંગ લવાયા હતા. નેત્રંગ પોલીસે ત્રણે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રીમાન્ડ મળવી પૂછતાછ કરતા ચિરાગસિંહ સહિત અન્ય અલગઅલગ તાલુકાઓમાંથી વેપારીઓ,ખેડૂતો અને જીનીંગમાથી કપાસ ખરીદી સોદા કરી રૂપિયા લઈ નાસતા ફરતા હોવાની કબૂલાત કરેલ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY