૨૦૧૪-૧૫માં ૨૪ લોકોએ આ માહિતી આપી
ન્યુ દિલ્હી,તા.૮
એસેસમેન્ટ વર્ષ ૨૦૧૭-૧૮માં માત્ર ૬૧ લોકોએ જ તેમની કુલ વાર્ષિક આવકને ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવ્યું છે. જાકે એક વર્ષ પહેલાની સરખામણીમાં તે ૬૧ ટકા વધુ છે. આ પહેલાના વર્ષે ૩૮ લોકોએ તેમની આવક ૧૦૦ કરોડથી વધુ હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રીય રાજય મંત્રી પી રાધાકૃષ્ણને અંગેની માહિતી લોકસભામાં લેખિતમાં આપી છે.
કેન્દ્રીય રાજય મંત્રીએ જણાવ્યું કે એસેસમેન્ટ વર્ષ ૨૦૧૪-૧૫માં ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ આવક જાહેર કરનારઓની સંખ્યા માત્ર ૨૪ હતી. તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
એક સવાલનો જવાબ આપતા રાજય મંત્રી પ્રતાપ શુકલાએ કહ્યું કે બેનામી સંપતિ લેવડ-દેવડના કાયદા અંતર્ગત સરકાર કાર્યવાહી કરી રહી છે. અલગ-અલગ એજન્સીઓએ આ કાયદા અંતર્દત ૬,૯૦૦ કરોડ રૂપિયાની સંપતિ એટેચ કરી છે.
શુકલાએ જણાવ્યું કે ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં ટેક્સ અધિકારીઓએ ૨,૦૦૦ બેનામી લેવડ-દેવડની ઓળખ કરી છે. તેમાં બેન્ક ખાતામાં જમા રકમ, જમીન, ફલેટ અને જ્વેલરી સામેલ છે. ૧,૮૦૦ મામલાઓમાં પ્રોપર્ટીઓ એટચ કરવામાં આવી ચૂકી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



