સિંધી સમાજ સુરત દ્વારા તા.૬’એ ચેટીચાંદની ધામધૂમથી ઉજવણી થશશે

0
5

નાનપુરાથી વરુણ દેવતાની દિવ્ય જ્યોતનું સરઘસ નિકળશે
સુરત, તા.૩
સિંધી સમાજના પવિત્ર એવા ઝૂલેલાલ જયંતિ (ચેટીચંદ)ની આગામી તા.૬ એિ­લના રોજ મહારાજા અગ્રસેન ભવન ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
પૂજ સુરત સિંધી પંચાયતના કારોબારી સભ્ય મુરલીધર લીલાણીએ જણાવ્યું હતું કે, તા.૬ એિ­લને શનિવારના રોજ પૂજ સૂરત સિંધી પંચાયત સિંધુ ભવન નાનપુરા ટીમલીયાવાડ સવારે ૧૦ વાગ્યે પંચાયતના પ્રમુખ દિપચંદ ગોપચલાણી અને મંત્રી નાનકરામ અટલાણી સહિત કારોબારી સભ્યોની હાજરીમાં વરૂણદેવતાની જ્યોતિને પ્રગટાવીને હાથ-પ્રસાદી બાદ જ્યોતિ સાથે કારમાં પ્રેમપ્રકાશ આશ્રમ સિટીલાઈટ રવાના થશે. ૬ એિ­લે સાંજે ૪ વાગ્યે સ્વામી બ્રહ્માનંદજ શાસ્ત્રી હાજરીમાં સુરતના મેયર ડો.જગદીશ પટેલ સહિત અન્યની હાજરીમાં ચેટીચંડ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. સાંજે છ વાગ્યે અગ્રેસન ભવનથી પૂજ ઝૂલેલાલની જ્યોતને કારમાં લઈ શણગારેલી ઝાંકીઓ, બેન્ડબાઝા સાથે સરઘસના રૂપમાં આગળ ચાલશે તે સૂર્યપ્રકાશ એપાર્ટમેન્ટ, આશિર્વાદ પાર્ક, કેનાલ રોડ, ચાણ્યક્યુપીર સોસાયટીમાં સંત તુકારામ સોસાયટી, ભટાર મેઈન રોડ, મજુરાગેટથી સિંધુ ભવન પંચાયતની કચેરી એસબીઆઈ બેંકથી નાનપુરા નાવડી ઓવારે રાત્રે ૧૦ વાગ્યે જ્યોતની પૂજા અર્ચના વિસર્જન કરવામાં આવશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY