સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ
ન્યુ દિલ્હી,તા.૯
સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે અને આ સૂચના આપવા અનુરોધ કરવામાં આવ્યો છે કે રાજકીય દળના બે બાળકોના નિયમનું પાલન કરો અને બેથી વધારે સંતાનવાળા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતરશે નહીં. આ અરજીની સુનાવણી માટે આવતા અઠવાડીએ લિસ્ટેડ કરવામાં આવી શકે છે. તેમાં બે બાળકોના નિયમને સરકારી નોકરીઓ, સહાયતા તેમજ સબ્સિડી માટે અનિવાર્ય શરત જાહેર કરે તથા પ્રદેશ સ્તરીય અથવા રાષ્ટ્રીય દળની માન્યતાની શરતથી સંબંધિત કાયદામાં ઉપયુક્ત ફરેફાર કરવાની માંગ પણ કરી છે.
ભાજપના નેતા અને વકિલ અશ્વિન ઉપાધ્યાયે આ અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું કે આ નિયમનું પાન નહી કરવા પર મતાધિકાર તેમજ ચૂંટણી લડવાના અધિકારો સહિત નાગરિકોને બંધારણીય અધિકારો પાછા ખેંચી લેવામાં આવે. જણાવી દઇએ કે કંઇક આવું જ નિવેદન યોગગુરુ રામદેવએ પણ થોડા દિવસ પહેલા આપ્યું હતું. હમંશા વધતી જનસંખ્યા પર ચિંતા જાહેર કરનાર યોગ ગુરૂ રામદેવે કહ્યું હતું કે જેમના બેથી વધારે બાળકો હોય, તેમને મતાધિકાર અને સરકારી નોકરી આપવી જાઇએ નહીં.
વધતી જનસંખ્યાને જાતા આ રીતના એક્શનની જરૂરિયાત પર બોલતા રામદેવે કહ્યું હતું કે, દેશની આઝાદીના નિયંત્રિત કરવા માટે એવા લોકોનું મતાધિકાર, સરકારની નોકરી અને સરાકરી મેડિકલ સુવિધા આપવી જાઇએ નહી કે બેથી વધારે બાળકો હોય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



