મોદી સરકારે પ્રથમવાર સંસદમાં સ્વીકાર્યુઃ નોટબંધીમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો

0
6

૨૦૧૬-૧૭માં નોટોની પ્રિન્ટિંગનો ખર્ચ ૭૯૬૫ કરોડ થયો
ન્યુ દિલ્હી,તા.૧૯
બે વર્ષ પસાર થયા બાદ પણ નોટબંધી એક મોટો મુદ્દો બની રહ્યો છે. સરકારે તેને લઈને પૂછેલા સવાલોના જવાબમાં સંસદને જણાવ્યું કે નોટબંધીના વર્ષ ૨૦૧૬-૧૭માં નોટોની પ્રિન્ટિંગ ખર્ચ વધી ૭,૯૬૫ કરોડ રૂપિયા સુધી થઈ ગયો હતો. સરકારે એમ પણ સ્વીકાર્યું કે નોટબંધી બાદ એસબીઆઈના ત્રણ કર્મચારીઓએ અને લાઇનમાં ઊભેલા એક ગ્રાહકે જીવ ગુમાવ્યો હતો. એક અન્ય જવાબમાં એમ પણ સ્પષ્ટ કર્યું કે સરકાર જનતાની પાસે બચેલી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ પરત લેવા પર વિચાર નથી કરી રહી.
નાણા મંત્રી અરુણ જેટલીએ રાજ્યસભામાં આપેલા લેખિત જવાબમાં કહેવામાં આવ્યું છે કે નોટબંધીના વર્ષે પ્રિન્ટિંગો ખર્ચ ૭,૯૬૫ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો, પરંતુ બીજા વર્ષ ૨૦૧૭-૧૮માં તેમાં ભારે ઘટાડો આવ્યો અને ૪,૯૧૨ કરોડ રૂપિયા ખર્ચ થયો. જવાબમાં કહેવામાં આવ્યું કે નોટબંધીના પહેલા ૨૦૧૫-૧૬માં નોટોની પ્રિન્ટિંગ પર ૩,૪૨૧ કરોડ રૂપિયા ખર્ચ થયો હતો.
આ ઉપરાંત નોટોને દેશભરમાં મોકલવા પર ૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮માં ક્રમશઃ ૧૦૯ કરોડ, ૧૪૭ કરોડ અને ૧૧૫ કરોડ રૂપિયા ખર્ચ થયો. નાણા મંત્રીએ આ જવાબ નોટબંધીના કારણે આરબીઆઈ દ્વારા ઉઠાવવામાં આવેલા ખર્ચના સંબંધમાં પૂછેલા સવાલ પર આપ્યો.
જેટલીએ જણાવ્યું કે એસબીઆઈએ નોટબંધી દરમિયાન ત્રણ કર્મચારી અને એક ગ્રાહકનું મોત થવાની જાણકારી આપી. બેંકે મૃતકોના પરિવારોને વળતર પેટે ૪૪.૦૬ લાખ રૂપિયા આપ્યા. જેમાંથી ત્રણ લાખ રૂપિયા મૃતક ગ્રાહકના પરિવારને આપવામાં આવ્યા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY