ભારત પાકિસ્તાન-ચીનને ક્યારેય દુશ્મન તરીકે વિચારતુ નથીઃ ભૈય્યાજી જોશી

0
5

ભારતના પડોશી દેશ સાથે સંબંધ સુધરી જાય તો સંરક્ષણ ક્ષેત્રમાં થનારો ખર્ચ ઘટી જાય
ન્યુ દિલ્હી,તા.૨૮
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં બીજા ક્રમાંકના ટોચના નેતા સરકાર્યવાહ ભૈયાજી જાશીએ પાકિસ્તાન અને ચીનને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભૈય્યાજી જાશીએ કહ્યું છે કે પાકિસ્તાન અને ચીન ભારતને પોતાના દુશ્મનની જેમ ભલે જાતા હોય, પરંતુ ભારત ક્યારેય બંનેને દુશ્મન તરીકે વિચારતું નથી. તેમણે બાંગ્લાદેશ બોર્ડર પરથી થનારી ઘૂસણખોરી પર પણ ચિંતા વ્યક્ત કરી છે. ભૈય્યાજી જાશીએ કહ્યું છે કે જો ભારતના તમામ પાડોશી દેશો સાથેના સંબંધો સુધરી જાય, તો સંરક્ષણ ક્ષેત્રમાં થનારો ખર્ચો ઘણી હદે ઘટી શકાય.
તેમણે કહ્યું છે કે મુશ્કેલીઓ ત્યારે વધે છે કે જ્યારે પાડોશી દેશો જ તમને દુશ્મનની જેમ જાતા હોય છે. પરંતુ ભારતે આવું ક્યારેય કર્યું નથી. ચીને હંમેશા ભારત સાથે એવો વ્યવહાર કર્યો છે કે જાણે કે ભારત તેનું દુશ્મન હોય. તેમણે કહ્યું છે કે બાંગ્લાદેશ સાથે ભલે આપણું યુદ્ધ થયું હોય નહીં, પરંતુ ઘૂસણખોરી દ્વારા બાંગ્લાદેશીઓ ભારતમાં આવે છે અને તેનાથી મુશ્કેલીઓ ઘણી વધી છે.
જા કે ભૈય્યાજી જાશીએ કહ્યું છે કે એવું નથી કે બાંગ્લાદેશની સરકાર આમા કંઈ કરતી નથી. ભૈય્યાજી જાશીએ મોદી સરકારની વિદેશ નીતિના વખાણ કર્યા છે. ભૈયાજી જાશી રાષ્ટ્રીય સુરક્ષા સાથે જાડાયેલા એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતુ કે ભારતનો ખર્ચ સંરક્ષણ સાધનો પર વધારે થાય છે, જો પાડોશી દેશો સાથે સંબંધો સારા હોય, તો આ નાણાંનો ઉપયોગ વિકાસના કામકાજમાં કરી શકાય છે.
મહત્વપૂર્ણ છે કે ચીન સાથે ડોકલામ વિવાદ, બાંગ્લાદેશમાંથી થનારી ઘૂસણખોરી અને પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામ ભંગની ઘટનાઓને કારણે વિપક્ષ સતત મોદી સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવી રહ્યું છે. જો કે ડોકલામ વિવાદને કેન્દ્ર સરકારે ખાસી કુનેહથી ઉકેલ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY