કાયદાના જાણકારોનું મૌન અભણની હિંસાથી વધારે નુકસાનકારક બની શકે : જસ્ટિસ કુરિયન જોસેફે

0
24

લોકશાહીની સુરક્ષા માટે મીડિયા અને ન્યાયાધીશોએ સાવધાન રહેવું જોઈએ
ન્યુ દિલ્હી,તા.૩૦
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ કુરિયન જાસેફે પોતાની નિવૃત્તિના દિવસે કહ્યું છે કે જજાએ મહત્વપૂર્ણ સામાજિક-રાજકીય મામલાઓ પર નિર્ણય કરતી વખતે દેશની વિવિધતાને ધ્યાનમાં રાખવી જાઈએ. સુપ્રીમ કોર્ટમાંથી ગુરુવારે રિટાયર થયેલા જસ્ટિસ જોસેફે પોતાના વિદાય સમારંભમાં કહ્યું હતુ કે આ દેશ ઘણી વિવિધતાવાળો છે. દેશની સંસ્કૃતિ, ધર્મ, ભાષામાં વિવિધતા છે. આ દેશ બંધારણથી બંધાયેલો છે. આ બંધારણ જ આપણે બધાને એકજૂટ રાખી રહ્યું છે.
જસ્ટિસ કુરિયને કહ્યું છે કે કાયદાના જાણકારોનું મૌન અભણની હિંસાથી વધારે નુકસાનકારક બની શકે છે. કાયદા પ્રત્યે પોતાના સંવેદનશીલ વલણને કારણે બાર અને ખંડપીઠમાં લોકપ્રિય રહેલા જસ્ટિસ જાસેફે કહ્યું છે કે લોકશાહીની સુરક્ષા માટે મીડિયા અને ન્યાયાધીશોએ સાવધાન રહેવું જાઈએ. તેમણે કહ્યું છે કે મીડિયા અને કોર્ટ લોકશાહીના પ્રહરી છે.
મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાના કાર્યકાળમાં રોસ્ટર પદ્ધતિ સહીતના કેટલાક સંવેદનશીલ મામલાઓને ઉઠાવતા ચાર વરિષ્ઠ ન્યાયાધીશોની પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિસ કુરિયન પણ સામેલ હતા. આ પ્રેસ કોન્ફરન્સ જસ્ટિસ જે. ચેલામેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન બી. લોકુર અને જસ્ટિસ કુરિયન જાસેફે સંબોધિત કરી હતી. હાલ જસ્ટિસ ગોગોઈ ભારતના મુખ્ય ન્યાયાધીશ છે. જસ્ટિસ જોસેફે ગુડ ફ્રાઈડેને વ‹કગ ડે ઘોષિત કરવાનો વિરોધ કરતો એક પત્ર વડાપ્રધાન અને તત્કાલિન મુખ્ય ન્યાયાધીશને પત્ર લખ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY