શંકાસ્પદોની ઓળખ માટે ફોટો ડીએનએ ટેકનીકનો ઉપયોગ કરવો

0
39

સીબીઆઈની સોશયલ મિડીયાને અપીલ
ન્યુ દિલ્હી,તા.૩૧
ગોપનીયતા અને સુરક્ષાના અધિકારોની દલીલોને કારણે CBIએ નોટિસ બહાર પાડી છે, જેમાં એજન્સીએ સોશયલ મિડીયા પ્લેટફોર્મને કહ્યું કે, ગુનાહિત કેસોની તપાસ માટે માઈક્રોસોફ્ટે બનાવેલી DNA ટેકનીકનો ઉપયોગ કરવો. આ ટેકનોલોજીનો ઉપયોગ મુખ્યત્વે બાળ શોષણ કરનારી તસવીરોની ઓળખ કરવા માટે કરવામા આવશે.
સોશયલ મિડીયા પ્લેટફોર્મને સીબીઆઈએ CRPCની કલમ-૯૧ હેઠળ નોટિસ આપી હતી. સીબીઆઈએ કહ્યું કે, ફોટાઓની તપાસ માટે તમે ફોટોડીએનએ ટેકનીકનો ઉપયોગ કરો. આ નોટિસ આપવાની સાથે તસવીરો પણ મોકલવામાં આવી હતી. આ તસવીરો તપાસ માટેની જાણકારી સીબીઆઈને તાત્કાલિક માંગી હોવાથી સોશયલ મિડીયા પ્લેટફોર્મ તેમના સર્વર પર બધી જ તસવીરોની તપાસ માટે શોધખોળ કરી રહ્યું છે.
ભારતમાં ચાઈલ્ડ પોનોગ્રાફી પર પ્રતિબંધ અંગેની કોઈ જાણકારી નથી, આ નોટિસ એવી કંપનીઓ માટે છે કે જ શંકાસ્પદોની શોધખોળ માટે સોફ્ટવેરનો ઉપયોગ કરતી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY