માયા-અખિલેશની ‘પાક્કી દોસ્તી’, ત્રણ બેઠક અજિતસિંહ માટે છોડશે
જો વિપક્ષી સાથે આવે તો ૨૦૧૪ની સ્થતિ પ્રમાણે ભાજપને ૫૩ સીટનું નુકસાન થઈ શકે છે
ન્યુ દિલ્હી,તા.૫
લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સાથે મળીને લડવા માટે સપા અને બસપાએ સમ્મતી દર્શાવી છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીએ ગઠબંધન અંતર્ગત સીટોની વહેચણી કરવા માટે મંજૂરી આપી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીના ત્યાગરાજ માર્ગ ઉપર સ્થિત ઘરમાં અખિલેશ યાદવ સાથે બેઠક થઇ હતી. બેઠક દરમિયાન સપા અને બસપા સુપ્રીમોએ વચ્ચે ગઠબંધન ઉપર મુહર લગાવવાની સાથે સીટોની સંખ્યાને પણ મંજૂરી આપી છે.
સુત્રોના જણાવ્યા પ્રમણે સપા અને બસપા ૩૭-૩૭ સીટો ઉપર પોતાના ઉમેદવાર ઊભા કરશે. બે સીટો રાષ્ટ્રીય લોકદળ માટે છોડી દીધી છે. બે સીટો મહાગઠબંધનના અન્ય સાથીઓ માટે છોડાશે. આ ઉપરાંત જા કોંગ્રેસ આવે છે તે બે સીટો આપવામાં આવશે. આ અંતર્ગત રાહુલ ગાંધી માટે અમેઠી અને સોનિયા ગાંધીના રાયબરેલી સીટ છોડાશે. અન્ય સીટો ઉપર સપા અને બસપાના ગઠબંધન ઉપર પોતાના ઉમેદવાર ઉતારશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે અન્ય સાથીઓના મહાગઠબંધનમાં નહી જાડવાની સ્થિતિમાં ૧-૧ સીટ સપા અને બસપા વહેંચી લેશે. કોંગ્રેસ પાર્ટીને અત્યારે બેથી વધારે સીટો આપવા માટે બંને નેતાઓએ ઇન્કાર કરી દીધી છે.
માનવામાં આવી રહ્યું છે કે, સપા-બસપાની સાથે રાલોદનું જાડાવું નક્કી છે. જોકે, કોંગ્રેસ ઉપર સસ્પેન્શ બની રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસ સીટો વધારવાની માંગણી કરી રહી છે પરંતુ બંને પક્ષો આ અંગે ખુશ નથી. માયાવતી કોંગ્રેસને વધારે ભાવ નહીં આપી રહ્યા. મધ્ય પ્રદેશમાં બસપાના એકલા લડવાનું એલાન કર્યું છે.
ઉત્તરપ્રદેશમાં લોકસભાની સૌથી વધારે ૮૦ બેઠકો છે. ગયા વર્ષે યોજાયેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં સપા-બસપા જાડાણને મળેલા વિજયને જાતા નક્કી મનાઇ રહ્યું હતું કે બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડશે. પરંતુ બેઠકોની વહેંચણીને લઇને વાત આગળ વધતી નહોતી. હવે લાગી રહ્યું છે કે બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને સમજૂતિ સધાઇ ગઇ છે.
સપા-બસપા અને આરએલડી વચ્ચે ગઠબંધન થઈ શકે છે. જા વિપક્ષી સાથે આવે તો ૨૦૧૪ની સ્થિતિ પ્રમાણે ભાજપને ૫૩ સીટનું નુકસાન થઈ શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



