એરપોર્ટની જેમ રેલવે સ્ટેશનો પર પહોંચવું પડશે ૨૦ મીનિટ પહેલા

0
7

રેલવે સ્ટેશનો ખાતે સીસીટીવી કેમેરા, પર્સનલ બેગેજ સ્ક્રિનિંગ સિસ્ટમ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સિસ્ટમ લગાવવામાં આવશે
ન્યુ દિલ્હી,તા.૬
ભારતીય રેલવે પણ સુરક્ષા માટે એરપોર્ટની જેવી કાર્યપદ્ધતિ અપનાવવાનું વિચારી રહ્યું છં. જે બાદમાં તમારે એરપોર્ટની જેમ ટ્રેનમાં સવાર થવા માટે થોડા સમય પહેલા જ પ્લેટફોર્મ પર પહોંચીને સિક્યુરિટિ ચેકઅપ કરાવવું પડશે.
રેલવે પ્રોટેક્શન ફોર્મના ડિરેક્ટર જનરલ અરુણ કુમારે જણાવ્યું કે, “આ મહિને શરૂ થઈ રહેલા કુંભ મેળાને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજ ખાતે આ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કર્ણાટકના હુબલી રેવલે સ્ટેશન ખાતે પણ આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં દેશના અન્ય ૨૦૨ રેલેવે સ્ટેશન ખાતે આ પ્રકારનો પ્લાન અમલી બનાવવા માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.
અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, “રેલવે સ્ટેશનને સંપૂર્ણ સુરક્ષિત કરવાનો પ્લાન છે. અમે હાલ એ તપાસી રહ્યા છીએ કે રેલવે સ્ટેશનો પર કેટલા છીંડા છે, તેમજ તેમાંથી કેટલાને બંધ કરી શકાય તેમ છે. અમુક છીંડા પર બાઉન્ડ્રી વોલ બનાવીને તેના હંમેશ માટે બંધ કરી દેવામાં આવશે, જ્યારે અમુક ગેટ્‌સ પર આરપીએફના જવાનો મૂકી દેવામાં આવશે.”
અરુણ કુમારે વધુમાં કહ્યું કે, “દરેક પ્રવેશ દ્વારા પર ગમે તે ઘડીએ સુરક્ષાનું ચેકિંગ કરવામાં આવશે. જાકે, એરપોર્ટની જેમ મુસાફરોએ કલાકો પહેલા નહીં પરંતુ મુસાફરી શરૂ થવાના ૧૫-૨૦ મિનિટ પહેલા રેલવે સ્ટેશન ખાતે હાજર થવું પડશે. મુસાફરોએ એ વાત ધ્યાનમાં રાખવી પડશે કે સુરક્ષા તપાસને કારણે તેઓ ટ્રેન ન ચૂકી જાય.”
અધિકારીએ વધુમાં કહ્યું કે સુરક્ષા માટે ટેક્નોલોજીના ઉપયોગથી મેન પાવરનો ઉપયોગ ઘટાડી શકાશે. રેલવે તરફથી આવું પગલું ૨૦૧૬માં મંજૂર કરવામાં આવેલા ઇન્ટીગ્રેટેડ સિક્યુરિટી સિસ્ટમ (ISS) પ્લાન અંતર્ગત લેવામાં આવી રહ્યું છે. આ પ્લાન પ્રમાણે દેશના ૨૦૦ રેલવે સ્ટેશન્સ પર સુરક્ષા વ્યવસ્થા વધારે ચુસ્ત બનાવવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY