ન્યુ દિલ્હી,તા.૯
લોકસભામાં મંગળવારે પાસ થયા બાદ સવર્ણોમાં આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવાના બિલ પર રાજ્યસભામાં ચર્ચા થઈ. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને ગૃહમાં ચર્ચા દરમિયાન મોદી સરકાર પર જારદાર હુમલો કર્યો. તેમણે કહ્યું કે, સરકારે સંસદનું અપમાન કર્યું છે.
ડેરેક ઓ બ્રાયને કહ્યું કે, એક સવારે એક વ્યક્તિને દિલ્હીમાં સપનું આવે કે બંધારણ બદલવું છે તો આ બિલ લઈ આવ્યા. આજે તમે જા લોકસભાનું ઓપિનિયન પોલ જુઓ તો એનડીએ ૧૫૦-૧૬૦ પર રોકાઈ રહ્યું છે, પરંતુ આ બિલ યુવા-ગરીબ-સામાન્ય માણસ સાથે છેતરપિંડી છે.
આ દરમિયાન તેઓએ મોદી સરકાર પર જારદાર હુમલો કરતાં કહ્યું કે, અમે કોઈ જિમખાના ક્લબ, અમદાવાદના સભ્ય નથી જેમનું તમે અપમાન કરી રહ્યા છો. અગાઉની સરકારોએ લગભગ ૬૫ ટકા બિલ કમિટીઓને મોકલ્યા પરંતુ આ સરકારે (જિમખાના ક્લબે) માત્ર ૨૦ ટકા બિલ જ મોકલ્યા.
ડેરેક દ્વારા સરકારને જિમખાના ક્લબ કહેવા પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે વિરોધ દર્શાવ્યો. જેની પર તરત ટીએમસી સાંસદે કહ્યું કે તેઓ ચેક કરીને આવ્યા છે, આ શબ્દથી ગૃહમાં કોઈ આપત્તિ ન હોવી જાઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




