કર્ણાટક સરકાર ખતરામાં નથી, અફવા ફેલાવવામાં આવી રહી છેઃ મલ્લિકાર્જૂન ખડગે

0
7

ન્યુ દિલ્હી,તા.૧૬
કર્ણાટકમાં JDS-કોંગ્રેસ ગઠબંધનની સરકારમાંથી ૨ અપક્ષ ઉમેદવારોએ સમર્થન પરત ખેંચ્યા બાદ કર્ણાટકમાં રાજકિય ગરમાવો જાવા મળી રહ્યો છે. આ વિવાદ વચ્ચે કોંગ્રેસના સિનિયર નેતા મલ્લિકાર્ડૂન ખડગેએ કહ્યું છે કે, રાજ્યની કુમારસ્વામી સરકાર પર કોઇ ખતરો નથી. તેમણે કહ્યું કે, ભાજપ અફવા ફેલાવી રહ્યું છે કે, આગામી દિવસોમાં કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યો રાજીનામું આપી શકે છે, જ્યારે ખરેખર આવું કંઇ નથી.
તેમણે વધુમાં કહ્યું કે, ભ્રમ ફેલાવવાના પોતાના પ્રયત્નોમાં સફળ થશે નહી. ભાજપે પોતાના ધારાસભ્યોને ગુરુગ્રામની એક હોટલમાં પકડીને રાખ્યા છે, જે સ્પષ્ટ કરે છે કે કોણ કમજાર છે. તમે તમારા ધારાસભ્યોને ગુરુગ્રામની સેવન સ્ટાર હોટલમાં કેમ રાખ્યા છે? છોડી દો. ધારાસભ્યોને ત્યાં પકડી રાખ્યા છે, બિચારા પરેશાન છે. સંક્રાંતિ આપણે ત્યાં મોટો તહેવાર છે. કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં આ મોટો તહેવાર છે. જેમાં ધારાસભ્યોને ઘરે જવા દેવામાં આવ્યા નહી, તેઓ પરેશાન છે. તેથી સમજા કે કોણ કમજાર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY