પેટ્રોલમાં ૧૭ અને ડિઝલમાં ૧૯ પૈસાનો વધારો
ન્યુ દિલ્હી,તા.૧૯
છેલ્લાં પંદર દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઝડપી વધારો થયો છે, આથી ફરી એકવખત તમારા ખિસ્સાનું બજેટ બગડતું દેખાઇ રહ્યું છે. છેલ્લાં ૧૫ દિવસની સરખામણીમાં પેટ્રોલ અઢી રૂપિયા મોંઘું થઇ ચૂકયું છે જ્યારે ડિઝલના ભાવમાં લીટર દીઠ ત્રણ રૂપિયાનો વધારો થયો છે.
પાંચમી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૬૮.૨૦ રૂપિયા હતા જે વધીને ૭૦.૭૨ સુધી પહોંચી ગયા છે. આવી જ રીતે ૫ જાન્યુઆરીના રોજ ડીઝલનો ભાવ ૬૨.૧૬ રૂપિયા હતો તે હવે વધીને ૬૫.૧૬ પૈસા થઇ ગયો.
શનિવારના રોજ એટલે કે આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો થયો. પેટ્રોલના ભાવમાં લીટર દીઠ ૧૭ પૈસા અને ડીઝલમાં ૧૯ પૈસાનો વધારો થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ક્રૂડ બેરલ દીઠ ૬૨.૭૦ પૈસા પહોંચી ગયું છે. જાણકારોનું માનવું છે કે ક્રૂડ તેલમાં આ તેજી આગળ પણ ચાલુ રહી શકે છે અને આથી તેલ કંપનીઓ આગળ જતાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



