બસમાંથી બહાર કાઢ્યુ માથુ ઉલટી કરવા,વીજળીના થાંભલા સાથે અથડાતા ધડથી અલગ થયુ

0
8

મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો
પન્ના,તા.૧૯
મધ્યપ્રદેશના પન્નામાં રસ્તા પર દોડતી બસમાં એક મહિલાનું માથું કપાઇ જવાનો કિસ્સો સામે આવ્યો છે. કહેવાય છે કે મહિલાએ ઉલટી કરવા માટે બસની બારીમાંથી માથું બહાર કાઢ્યું હતું જે વીજળીના થાંભલા સાથે ટકરાયું. આ દરમ્યાન મહિલાનું માથું ધડથી અલગ થઇ ગયું અને ત્યાં જ તેના પ્રાણ પંખેરૂં ઉડી ગયાં. પોલીસના મતે આ અકસ્માત પન્ના ડાયમંડના ચારરસ્તા પાસે સર્જાયો હતો.
આ કેસ અંગે પોલીસનું કહેવું છે કે છતરપુરની રહેવાસી આશા રાની સતના જિલ્લામાંથી બસમાં બેસી પન્ના આવી રહી હતી. આ દરમ્યાન ડ્રાઇવર ખૂબ જ ઝડપથી બસ ચલાવી રહ્યો હતો. કહેવાય છે કે આશા એ ઉલટી કરવા માટે બસની બારીમાંથી માથુ બહાર કાઢયું, જે વીજળીના થાંભલા સાથે ટકરાયું અને ધડથી અલગ થતા જમીન પર પડી ગયું.
પોલીસે કહ્યું કે ઝડપથી બસ ચલાવાના આરોપમાં ડ્રાઇવરની ધરપકડ કરી લેવાઇ છે. સાથો સાથ બસને પણ જપ્ત કરી લેવાઇ છે. પોસ્ટમોર્ટમ બાદ મહિલાના મૃતદેહનો પરિવારજનોએ અંતિમસંસ્કાર કરી દીધો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY