નવા નિયમો ૧ ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે
ન્યુ દિલ્હી,તા.૨૫
સરકાર ઈ-કોમર્સ સેક્ટરમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણના નિયમોમાં થયેલ ફેરફારને હાલ વધારવા પર ડેડલાઈન વધારી શકે છે. સરકારે પહેલાજ કહ્યું હતુ કે નવા નિયમો ૧ ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે.
સરકારી અધિકારીએ જણાવ્યુ કે સરકાર આ ડેડલાઈન વધારી શકે છે, જા કે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઈન્ડસ્ટ્રી સાથે જાડાયેલા લોકોએ સરકારની ડેડલાઈનને ઓછામાં ઓછી બે મહીના વધારવાનું વિચાર્યુ છે. એમએઝોન અને ફ્લિપકાર્ટના અધિકારીએ ગયા અઠવાડિયે સરકારી અધિકારીઓને મળ્યા હતા.
તેમણે આ નવા નિયમોમાં બે શરતોને ટાળવાની અપીલ કરી હતી. સૂત્રો અનુસાર પહેલા માર્કેટપ્લેસ અને તેમની ગ્રુપ કંપનીઓના કોઈ પણ વેન્ડરમાં ભાગીદારી રાખવાની મનાઈ કરી છે. બીજામાં કહેવામાં આવ્યુ છે કે માર્કેટપ્લેસ અને ગ્રૂપ કંપનીઓ પોતાના પ્લેટફોર્મ પર વેચનાર ઈન્વેન્ટરી પર કંટ્રોલ નહોતો રાખી શકતા. જા ડેડલાઈન વધારવામાં આવે તો તેનો મતલબ એ છે કે નવા નિયમોમાં લોકસભા ચૂંટણીના સમયે લાગુ પડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર એમેઝોનની ડેડલાઈન ચાર મહીના વધારવાની માંગ કરી રહી છે, જ્યારે ફ્લિપકાર્ટ તેમાં ૬ મહીનાનો વધારો માંગી રહ્યો છે. બંને કંપનીઓ આ સિલસિલામાં ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશનને પત્ર લખ્યો હતો.
એમેઝોન ઈન્ડીયા એ કહ્યું કે તે દેશની સૌથી મજબુત કાનુન, નિયમ અને દિશાનિર્દેશ પર અમલ કરશે, ફમ આ ઈ-કોમર્સ એફડીઆઈ પોલિસીમાં થયેલ ફેરફાર પર સરકારનું સ્પષ્ટીકરણની રાહ જાઈ રહ્યા છે. કેન્દ્રએ ૨૬ ડિસેમ્બરે આ નિયમો બદલ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




