સુરક્ષાનું કારણ ધરી ભાગેડુ નીરવ મોદીએ ભારત પાછા ફરવાનો ઈન્કાર કર્યો

0
10
ઈડી સાથે મેલ દ્વારા વાતચીતમાં ખુલાસો
ન્યુ દિલ્હી,તા.૧
પંજાબ નેશનલ બેંકના (પીએનબી) ૧૩,૫૦૦ કરોડ રૂપિયાના કૌભાંડ મામલામાં ભાગોડી આરોપી અને હિરા વેપારી નીરવ મોદીએ ભારત પાછા ફરવાનો ઇનકાર કરી દીધો છે. પ્રવર્તન નિદેશાલય (ઇડી)ની સાથે મેલ દ્વારા વાતચીતમાં નીરવે સુરક્ષાના કારણોનો હવાલો આપી સરેન્ડર કરવાનો ઇનકાર કરી દીધો છે.
નીરવે ઇડીને કહ્યું, મને મળી રહેલી ધમકીઓ અને સુરક્ષાના કારણોસર હું ભારત પાછા ફરી શકું તેમ નથી. મેં હોલિકા દહન દરમિયાન મારું પુતળું લોકો દ્વારા સળગાવતા જાયા છે. તેમણે કહ્યું કે, અમારા કર્મચારી (જેમણે વેતનની ચૂકવણી કરી શકાય તેમ નથી), મકાન માલિક (જેનું ભાડું આપવાનું બાકી છે, તેમના ગ્રાહક (જેમણા ઘરેણા સીબીઆઇ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યા છે) અને અન્ય એજન્સીઓ અને લોકોએ મને ધમકી આપેલી છે. નીરવે વધુમાં કહ્યું કે, આટલી ધમકીઓ મળ્યા બાદ હું ભારત પાછો ફરી શકું તેમ નથી.
તમને જણાવી દઇએ કે, ઇડીએ નીરવ મોદી અને તેમના મામા મેહુલ ચોકસી વિરુદ્ધ ૨૪ મે અને ૨૬ મેના રોજ આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યા હતા. તેના પછી બન્ને વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. ઇન્ટરપોલે પણ બન્ને આરોપીઓ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ (આરસીએન) જાહેર કરી છે.
પ્રવર્તન નિદેશાલય (ઇડી)ના મતે પીએનબી કૌભાંડ મામલામાં અત્યાર સુધી ભારત અને વિદેશોમાં ૪,૮૦૦ કરોડની સંપત્તિ કરવામાં આવી ચૂકી છે. ૧૩,૫૦૦ કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડમાં તેના સિવાય બેંકના ઘણા અધિકારીઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, ફેબ્રુઆરીમાં પીએનબીએ ૧૪,૦૦૦ કરોડ રૂપિયાના બેંક કૌભાંડનો રિપોર્ટ આપ્યો જેમાં હિરા વેપારી નીરવ મોદી અને તેમના મામા મેહુલ ચોકસીને મુખ્ય આરોપી બતાવવામાં આવ્યા છે અને બન્ને હાલ ફરાર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY