માલ્યાના બચાવ પક્ષે અસ્થાના પર ભ્રષ્ટાચાર ચલાવવાનો આરોપ મુકાયો હતો
ન્યુ દિલ્હી,તા.૧૧
બ્રિટનની અદાલતે વિજય માલ્યાના પ્રત્યાર્પણની મંજૂરી આપી દીધી છે. તે સાથે જ વિવાદોમાં ઘેરાયેલા સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને પણ લાભ મળ્યો છે. અદાલતે સોમવારે જણાવ્યું હતું કે, દારૂના વેપારી માલ્યાના બચાવ પક્ષે અસ્થાના પર ભ્રષ્ટાચાર ચલાવવાનો આરોપ મૂક્યો હતો, જ્યારે એવું કંઈ હતું જ નહિં.
૧૯૮૪ની બેચના ગુજરાત કેડરના અસ્થનાએ, ૨૦૧૬માં ભારતથી માલ્યાના ભાગ્યા બાદ સીબીઆઇની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની આગેવાની લીધી હતી અને બ્રિટનમાંથી ગેરકાયદેસર કેસને ગંભીરતાથી આગળ ધપાવ્યો હતો. હૈદરાબાદના ઉદ્યોગપતિ સતીષ સના સંબંધિત એક કેસમાં કથિતરૂપે લાંચ લેઈને સીબીઆઈએ અસ્થાના સામે કેસ નોંધાવ્યા પછી સરકારે તેમને અને સીબીઆઈના ડિરેક્ટર અલોક વર્માને રજા પર મોકલ્યા હતા. આ કેસને તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
બંને અધિકારીઓએ એકબીજા પર ભ્રષ્ટાચાર અને સાનાને બચાવવાનો આરોપ મૂક્્યો હતો. સપ્ટેમ્બરમાં, લંડનમાં વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટની અદાલતે માલ્યાના પ્રત્યાર્પણના નિર્ણયને સુરક્ષિત કર્યો અને સોમવારે જાહેર કર્યો. જાકે માલ્યાના પ્રતિવાદીએ પ્રોફેસર લોરેન્સ સેજને તેના સાક્ષી તરીકે રજૂ કર્યા હતા, જેમણે અસ્થાનાની ઈમાનદારી વિશે ગંભીર આરોપો લગાવ્યા હતા. સમાચાર એજન્સી અનુસાર, સોમવારે વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટના કોર્ટના ન્યાયાધીશ એમ્મા અર્બુથનોટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, બચાવ પક્ષના અસ્થાનાની ટીકા કરીને અદાલતને એક રીતે ખુશ કરવાનો પ્રચત્ન કરવામાં આવી રહ્યો છે કે, અસ્થાના ભ્રષ્ટ અને રાજનીતિથી પ્રેરિત છે. ન્યાયાધીશે કહ્યું કે, પ્રોસિક્યુટરને ભ્રષ્ટાચાર અથવા રાજકારણથી પ્રેરિત કરાયેલા કોઈ પુરાવા મળ્યા નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





