શોપિયાંમાં આતંકી હુમલોઃ ૩ પોલીસકર્મી શહીદ

0
6

શોપિયા,તા.૧૧
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓએ એકવાર ફરી શરમજનક હરકતને અંજામ આપ્યો છે. અહીં જૈનપોરામાં આતંકીઓએ એક પોલીસ પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ પોલીસકર્મીઓ શહીદ થઇ ગયા છે.
મળતી માહિતી અનુસાર, મંગળવારે બપોરે આતંકીઓએ અચાનક અહીં પોલીસ પોસ્ટ પર હુમલો કર્યો હતો. તેમાં ત્રણ પોલીસકર્મીઓનું મોત થયું હતું, જ્યારે એક પોલીસકર્મી ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે. ઘાયલ પોલીસકર્મીઓની સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સ્થાનિક મીડિયા રિપોટ્‌ર્સના મતે, ફાયરિંગ પછી આતંકીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. જા કે, આખા વિસ્તારમાં ઘેરાબંધી કરી આતંકીઓ માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઇએ, ગત દિવસોમાં શ્રીનગરના બહારી વિસ્તાર મુજગુંડમાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનોની વચ્ચે અથડામણમાં ૩ આતંકી ઠાર થયા હતા. તમામ આતંકવાદી લશ્કર-એ-તૈયબાના હતા. બીજી બાજુ, કિશ્વતવાડ પોલીસે ખૂંખાર આતંકી સંગઠન હિજબુલ મુજાહિદીનના વોન્ટેડ આતંકી રિયાજ અહમદે ગત ૯ ડિસેમ્બરે જીવતો પકડાયો હતો. રિયાજ તે લોકોમાં સામેલ છે, જે ઘાટીના યુવાઓને આતંકી બનવા માટે ઉકસાવે છે અને તેને શંકાસ્પદ ગતિવિધિઓમાં સામેલ કરાવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY