ન્યુ દિલ્હી,તા.૨૭
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મામલે ભાજપના મહાસચિવ રામ માધવે મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, સાંધુ-સંતોની ઈચ્છા સામે તમામ લોકોને ઝુકવુ પડશે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સાંધુ-સંતોની ઈચ્છાનું સન્માન કરવુ જોઈએ. રામ માધવે પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબલી લગાવી કહ્યું કે, ટુંક સમયમાં રામ મંદિર નિર્માણનું સપનું પૂર્ણ થશે.
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય તેવી કરોડો દેશવાસીઓની ઈચ્છા છે. ભાજપ સરકાર રામ મંદિરના નિર્માણ માટે હમેશા પ્રતિબદ્ધ છે. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા યુપીના સીએમ યોગી આદિત્યનાથે રામ મંદિર નિર્માણ અંગે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો મામલો અમને સોંપી દેવામાં આવે. મંદિર નિર્માણનું સમાધાન ૨૪ કલાકમાં આવી જેશે. જેમા ૨૫ કલાક પણ થવા દેવામાં નહીં આવે.. રામ મંદિરના નિર્માણ માટે દેશની જનતાની ધીરજ હવે ખુટી ગઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




