સુરતમાં ૧૭.૬૬ લાખ જૂના વાહનમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની બાકી

0
7

સુરત,તા.૨૭
જૂના વાહનોમાં હાઇ સિકિયુંરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ (એચએસઆરપી) લગાડવા માટેના માત્ર ચાર જ દિવસ છે. તેના બાદ પહેલી ફેબ્રુઆરીથી જૂના વાહનોમાં એચએસઆરપી નહીં હશે તો આરટીઓ પેનલ્ટી વસૂલ કરનારી છે. જાકે, સુરત શહેરમાં ૧૭.૬૬ લાખ જૂના વાહનમાં આરટીઓ દ્વારા નંબર પ્લેટ લગાવવાની બાકી છે.
આરટીઓ સોમવારથી ખુલશે. ત્યાર બાદ સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરૂવાર એમ ચાર દિવસ જ હાઇ સિકિયુંરિટી નંબર પ્લેટ લગાડવા માટેના છે. શહેરમાં ૩૨,૦૦,૦૦૦ વાહનો રજિસ્ટર્ડ થયા છે. જેમાં નવા ૧૦,૪૩,૦૦૭ વાહનોમાં એચએસઆરપી લાગી છે. બાકીના ૩,૯૦,૩૯૭ જૂના વાહનોમાં એચએસઆરપી લાગી છે. એટલે કે, ૧૭,૬૬,૫૯૬ જૂના વાહનોમાં હજી એચએસઆરપી લાગી નથી. સુરત આરટીઓની એક દિવસમાં એક હજાર જેટલી એચએસઆરપી લગાડવાની ક્ષમતા છે. જા એક દિવસમાં એક હજાર એચએસઆરપી લાગે તો પણ ચાર દિવસમાં ચાર હજાર જ જૂના વાહનોમાં એચએસઆરપી લાગે. તે સાથે સાથે ૩૬ ડિલરો પણ ગણીયે તો તેમને ત્યાં એક દિવસમાં ૫૦૦ એચએસઆરપીસી લાગે છે. જા તેઓ પણ ચાર દિવસમાં લગાડે ૭૨ હજાર એચએસઆરપી લાગે તેમ છે.
સુરત ઇન્ચાર્જ આરટીઓ પાર્થ જાષીએ જણાવ્યું હતું કે, ત વખત તારીખ લંબાવી છે. પણ હવે નહીં લંબાવવામાં આવે. ટ્રાન્સપોર્ટ કમિશનરના આદેશથી પહેલી ફેબ્રુઆરીથી ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્લીલર અને હેવી વ્હીકલમાં એચએસઆરપી નહીં હશે તો અનુક્રમે રૂ. ૧૦૦, ૨૦૦, ૩૦૦ અને ૫૦૦ પેનલ્ટી વસૂલવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY