‘પરીક્ષા પર ચર્ચા’ : પીએમ મોદીએ તણાવ મુક્ત રહેવાનો મંત્ર આપ્યો
રશિયા, ઈરાન સહિત ૮ દેશના વિદ્યાર્થીઓ ભાગ લીધો
ન્યુ દિલ્હી,તા.૨૯
દિલ્હી ખાતે આયોજિત પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે લાઇવ સંવાદ કર્યો, અનેક સવાલોના જવાબ આપ્યા. કયા વિષયમાં કઇ સ્ટ્રીમમાં કેરિયર બનાવવી? અંગે પુછાયેલા સવાલનો જવાબ આપતાં પીએમ મોદીએ કહ્યું કે, સાયન્સ મેથ્સનું પોતાનું મહત્વ છે પરંતુ અન્ય વિષયોનું પણ એટલું જ મહત્વ છે. સાયન્સ અને મેથ્સનું મહત્વ હોવા છતાં એ બાજુ જરૂરી સંખ્યા નથી એ પણ એ ચિંતાનો વિષય છે. કેટલાક લોકો એવા છે કે જે ગ્રેજ્યુએશનના કારખાનામાં જશે અને બહાર આવશે. મારી અપીલ છે કે દબાવમાં આવીને કોઇ નિર્ણય ન લેતાં. તમારી ક્ષમતાને ઓળખો અને કારકિર્દી બનાવો. આ કાર્યક્રમમાં દેશ-વિદેશના બે હજાર વિદ્યાર્થીઓ, વડીલો અને શિક્ષકોએ ભાગ લીધો છે. આ કાર્યક્રમમાં ૯થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ સામેલ થયા. જ્યારે અમુક વિદ્યાર્થીઓ કોલેજના હતા.
દરેક સરકારી અને માધ્યમિક શિક્ષા બોર્ડની સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં કાર્યક્રમના સીધા પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી. કાર્યક્રમનો ઉદ્દેશ બોર્ડની પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને તણાવ મુક્ત કરવાનો અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવાનો હતો.
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં પીએમ મોદીએ સાયન્સ અંગે પુછાયેલા સવાલનો ઉંડાણતી જવાબ આપ્યો હતો. એમણએ કહ્યું કે, સાયન્સ મેથ્સ મહત્વના છે પરંતુ અન્ય વિષયોનું મહત્વ પણ ઓછું નથી. પરંતુ મહત્વની વાત એ છે કે ગ્રેજ્યુએશનના કારખાનામાં જવાને બદલે વિદ્યાર્થીઓએ પોતાની ક્ષમતા ઓળખીને વિષય પસંદ કરવો જાઇએ.
તમારી જાતને કસોટીના ત્રાજવામાં નહીં જાખો તો રોકાઇ જશો, જીંદગીનો મતલબ થાય છે એને જી જાનથી મચી પડવું, સપના પણ હોવા જાઇએ, અપેક્ષાઓ પણ હોવી જાઇએ, પરંતુ પ્રેસરથી પરિસ્થિતિ બગડે છે. ક્યારેક આપણે બાળકોની મનોસ્થિતિ એવી હોય છે કે આપણે એવું વિચારવા લાગીએ છીએ કે માતા પિતા કંઇ સમજતા જ નથી. પહેલા હું વિદ્યાર્થીઓને એ કહેવા માગું છું કે તરત રિએક્ટ ન કરો. સાંભળો, વિચારો. એમને એવું લાગશે કે તમે એમને સાંભળી રહ્યા છો. મમ્મીને એવું પુંછો કે મમ્મી મને આમાં ખબર ન પડી પછી જુઓ મમ્મી તમને કહેશે કે મે તને ઘણું કહી દીધું.
જ્યારે મનમાં પોતીકાપણાનો ભાવ પેદા થાય છે તો પછી શરીરમાં ઉર્જા આપમેળે આવી જાય છે થાક ક્્યારેય ડોકિયુ કરતો નથી. મારા માટે પણ દેશના સવા સો કરોડ દેશવાસી મારો પરિવાર છે. વાલીઓની મહત્વાકાંક્ષાઓ હોય છે. બાળકોને દબાણ આપવાથી સ્થિતિ બદલાઈ જાય છે. બાળકોની ક્ષમતાને ઓળખવાનો પ્રયત્ન કરો. બાળકો પર પ્રેશર નાંખો નહીં.
તમિલનાડુના એક વિદ્યાર્થી નરેન્દ્રએ પીએમ મોદીને પ્રશ્ન પૂછ્યો કે તમે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરો છો. તેના જવાબમાં પીએમએ જણાવ્યું કે ભગવાને તમામને ૨૪ કલાક આપ્યા છે. બધાએ ટાઈમ મેનેજમેન્ટ કરવું જાઈએ. ટાઈમ મેનેજમેન્ટ વગર આગળ આવી શકાય નહીં. જે લોકો સફળ થાય છે, તેમના પર સમયનું દબાણ હોતું નથી. એટલા માટે કારણ કે તેઓ પોતાના સમયની કિંમત જાણતા હોય છે.
અન્ય એક પ્રશ્નમાં પીએમને પૂછવામાં આવ્યું કે તમે આટલા ઉર્જાવાન કેવી રીતે રહી શકો છો. તેના પર તેમણે જણાવ્યું કે જ્યારે મનમાં પોતાનાપણાની ભાવના ઉત્પન થાય છે ત્યારે શરીરમાં ઉર્જા આપોઆપ સ્ફૂરે છે અને થાક ક્્યારે ઘરના ઊંબરે ચઢતો નથી. મારા માટે પણ દેશના સવા સો કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે.
આ કાર્યક્રમમાં શિક્ષકો માટે ‘શિક્ષકો કી સોચ’ અને વડીલો માટે ‘મેરી પરીક્ષા નાયક સે સીખના’ થીમ પણ રાખવામાં આવી. વિદેશી વિદ્યાર્થીઓમાં રશિયા, નાઈજીરિયા, ઈરાન, નેપાલ, દોહા, કુવૈત, સાઉદી અરબ અને સિંગાપોરના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં સામેલ થયા. આ વર્ષે ૧૦ મિનિટનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




