મોદી સરકાર ખેડૂતો પર મહેરબાન..!!,દર વર્ષે ૬ હજાર રૂપિયા આપવાની ઘોષણા

0
1

કિસાન સમ્માન નીધિની જાહેરાત,૭૫૦૦૦ કરોડનો થશે ખર્ચ
૧લી ડીસેમ્બર ૨૦૧૮થી અમલ,પ્રથમ રૂ. ૨૦૦૦નો હપ્તો ટુંક સમયમાં જમા થશે,૨ હેકટર જમીન ધરાવતા ખેડૂતોને મળશે લાભ,૧૨ કરોડ ખેડૂત પરિવારને લાભ મળશે
ન્યુ દિલ્હી,તા.૧
બજેટ ૨૦૧૯માં મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ખેડૂતોના મુદ્દે કેન્દ્ર સરકાર સતત દબાણમાં હતી, એવામાં તેમની નારાજગી દૂર કરવા માટે અને તેમના આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે મોદી સરકારે બજેટમાં મોટી જાહેરાત કરી છે અને ખેડૂતોને દર વર્ષે ૬ હજાર રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.
કેન્દ્રીયમંત્રી પિયૂષ ગોયલે શુક્રવારના રોજ અંતરિમ બજેટ ૨૦૧૯ રજૂ કરતા ખેડૂતોને મોટી ભેટ આપી હતી. સરકારે ચૂંટણીના વર્ષને ધ્યાનમાં રાખીને અંતરિમ બજેટમાં ખેડૂતોની નારાજગી દૂર કરવા પ્રયાસ કર્યો હતો. સરકારે ખેડૂતોને ડાયરેક્ટ આર્થિક મદદ કરવાનો નિર્ણય લેતા ઇન્કમ સપોર્ટ પ્રોગ્રામની જાહેરાત કરી હતી. આ ૬૦૦૦ રૂપિયા મેળવવાની શરત એટલી છે કે જે ખેડૂત પાસે ૨ હેક્ટર જમીન છે, તેમને દર વર્ષે ૬ હજાર રૂપિયા આપવામાં આવશે.
પિયૂષ ગોયલે કહ્યું હતું કે, સરકારે ‘PM કિસાન સન્માન નિધિ’ યોજના શરૂ કરી છે. આ અંતર્ગત નબળા અને નાના ખેડૂતોને દર વર્ષે ૬ હજાર રૂપિયા આપવામાં આવશે, જેથી ખેડૂતોનો આવક વધી શકે. ખેડૂતોને ત્રણ હપ્તામાં ૨-૨ હજાર રૂપિયા મળશે અને પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે. આની ૧૦૦% ફ્નિડિંગ સરકાર કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સ્કીમ ૧ ડિસેમ્બર ૨૦૧૮થી લાગુ થશે, જેનો લાભ ૧૨ કરોડ ખેડૂત પરિવારને મળશે. આનાથી સરકાર પર ૭૫૦૦૦ કરોડનો ખર્ચ વધશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY