પ્રિયંકા રાષ્ટ્રીય સ્તરે પણ જવાબદારી સંભાળશેઃ રાહુલ ગાંધી

0
6

મોદીની તુલના ઇન્દિરા ગાંધી સાથે કરવી એ મારી દાદીનું અપમાન
ન્યુ દિલ્હી,તા.૫
રાજકારણમાં હાલમાં જ પ્રવેશ કરનાર ગાંધી પરિવારનાં એક વધુ સભ્ય – પ્રિયંકા ગાંધી-વાડ્રા વિશે એમનાં ભાઈ તથા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધીએ મહત્વની જાહેરાત કરી છે. એમણે કહ્યું છે કે પ્રિયંકાની ભૂમિકા માત્ર ઉત્તર પ્રદેશ રાજ્ય પૂરતી સીમિત નહીં રહે, પણ રાષ્ટ્રીય સ્તરે પણ એ જવાબદારી સંભાળશે.
રાહુલે કહ્યું કે, પ્રિયંકાને અમે મહામંત્રીનું પદ આપ્યું છે, એ જ દર્શાવે છે કે એ રાષ્ટ્રીય સ્તરની ભૂમિકા છે. હું કોઈને એક જવાબદારી આપું છું અને પછી એ કામની સફળતાના આધારે એને બીજી જવાબદારી આપું છું.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટીએ પ્રિયંકાને આગામી લોકસભા ચૂંટણી માટે પૂર્વીય ઉત્તર પ્રદેશની બાબતોનો ચાર્જ સોંપ્યો છે. અયોધ્યામાં રામ મંદિરના બાંધકામ મુદ્દે રાહુલે કહ્યું છે કે આ મુદ્દો કંઈ ઉત્તર પ્રદેશમાં કોઈ ધરખમ મુદ્દો નથી. હાલ આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે એના વિશે હું કોઈ મંતવ્ય વ્યક્ત કરું એ યોગ્ય ન કહેવાય. પણ હું એટલું જરૂર કહીશ કે સુપ્રીમ કોર્ટ જે નક્કી કરે એનો કોંગ્રેસ તથા દરેક જણે સ્વીકાર કરવો જ પડશે.
રાહુલે એવો દાવો કર્યો છે કે ભાજપની અંદર જ ભાગલા પડ્યા છે. હું નીતિન ગડકરી, સુષમા સ્વરાજ, રાજનાથ સિંહ કે ભાજપની સમગ્ર નેતાગીરી વિશે કહું તો, નરેન્દ્ર મોદીની કામ કરવાની સ્ટાઈલ સામે સંપૂર્ણ વિરોધ જાવા મળે છે તો મને એનાથી જરાય આશ્ચર્ય થતું નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈન્દિરા ગાંધીની સરખામણી કોંગ્રેસ અધ્યક્ષે ખોટી ગણાવી છે. રાહુલે કહ્યું કે, આ બંનેની સરખામણી કરવીએ ઈન્દિરાજીનું અપમાન છે. તેમણે કહ્યું કે, માદી દાદીનો દરેક નિર્ણય પ્રેમભર્યો હતો. તેમણે દેશના ગરીબો માટે ખૂબ કામ કર્યું છે. જ્યારે નરેન્દ્ર મોદીનો દરેક નિર્ણય નફરત ભર્યો હોય છે. તે ઉપરાંત તેમના દિલમાં ગરીબો માટે કોઈ પ્રેમ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY