ભાજપ શત્રુધ્નસિંહાની ટિકિટ કાપશે..?: રવિશંકર પ્રસાદ પટના સાહિબથી ચૂંટણી લડે તેવી શક્યતા

0
8

ભાજપ બક્સરથી ચૌબેની ટિકીટ કાપે તેવી સંભાવના
ન્યુ દિલ્હી,તા.૫
એનડીએમાં બિહારની બેઠકોને લઈને ભાજપે સીટ વહેંચણી કરી લીધી છે. તેમ છતાં કઈ બેઠક પર કોણ ચૂંટણી લડશે તે હજુ સુધી નક્કી નથી. આ તમામ ગતિવીધીઓ વચ્ચે ભાજપમાં ટિકીટ માટે દાવેદારોની લાઈન લાગી છે.
ભાજપ સૂત્રોનું કહેવું છે કે પાર્ટી કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદને પટના સાહિબથી ચૂંટણી લડાવવાનાં મૂડમાં છે. ભાજપની આ સીટ પર હાલમાં શત્રુધ્નસિન્હા સાંસદ છે. શોટગનનાં પાર્ટી વિરોધી સુરને કારણે કાયસ્થ સમુદાયનાં પ્રભાવ વાળી પટનાસાહિબ બેઠકમાં રવિશંકર કિસ્મત અજમાવશે તેવા એંધાણ છે.
સંભવતઃ આ કારણે જ કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદ વારંવાર પટનાની મુલાકાત લે છે. અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવાને બહાને તેઓ પોતાનું પલ્લુ ભારે કરી રહ્યા છે. આ સીટ પર ભાજપનાં સાંસદ આરકે સિન્હાનાં પુત્ર ઋતુરાજ સિન્હા પણ દાવેદારી નોંધાવી રહ્યા છે. મહત્વનું છે કે પોતાની હાઈપ્રોફાઈલ ઇમેજને કારણે રવિશંકર આ સીટ પર બાજી મારશે.
ભાજપનાં દિગ્ગજા પૈકિનાં એક અશ્વિની ચૌબેની ટિકીટ કપાવાની શક્્યતા છે. પાર્ટી સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે હાલમાં બક્સરનાં સાંસદ ચૌબેનું રિપોર્ટ કાર્ડ એકદમ નબળું છે. ખરાબ પ્રદર્શનને કારણે તેમની ટિકીટ ગઈ સમજા. બીજી તરફ એ વાત પણ છે કે બક્સર સિવાય ચૌબેને તેમનાં ગૃહક્ષેત્ર ભાગલપુરથી ટિકીટ મળી શકે છે. બ્રાહ્મણ મતદારોની બહુમતી ધરાવતી બક્સર બેઠક પર સુખદા પાંડેનું નામ પણ આગળ છે. આ વખતે સુખદા પાંડેને પાર્ટી બક્સરથી મેદાનમાં ઉતારશે તેવી શક્યતા છે. ભાજપનાં પ્રમુખ મુસ્લિમ ચહેરામાંથી એક એવા શાહનવાઝ હુશેન ગયા વખતે ભાગલપુર સીટ પરથી ચૂંટણી હારી ગયા હતાં. જાણકારી પ્રમાણે શાહનવાઝને કિશનગંજથી ટિકીટ મળી શકે છે. પાર્ટીની નિતીઓને મિડીયા સામે સારી રીતે રજુ કરવાની કળા અને પોતાનાં મૃદુ વ્યવહારની સાથે સાથે પાર્ટી નેતાઓ સાથે સારા સંબંધ છે. તેનાં ઇનામ સ્વરૂપે શાહનવાઝને કિશનગંજની ટિકીટ મળવાની ભરપૂર શક્યતા છે.
બિહારની પ્રતિષ્ઠિત ગણાતી એવી પાટલીપુત્ર સીટ પર ફરી વખત રામકૃપાલ યાદવને તક મળશે. હાલમાં પણ તેઓ અહિ થી જ સાંસદ છે. લાલુ યાદવ પરિવારનાં નિકટનાં સહયોગી રહિ ચુકેલા રામકૃપાલ યાદવને આરજેડીની ટિકીટ કાપવામાં આવી હતી. જાણવા મળતી માહિતી પ્રમાણે રાજદની ટિકીટ આપતી વખતે લાલુ યાદવનાં મોટા દિકરા તેજપ્રતાપ યાદવે રામકૃપાલુ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. કારણ કે લાલુ પરિવાર પાટલીપુત્રથી મીસા ભારતીને ચૂંટણી લડાવવા માંગતું હતું. જેનાથી રોષે ભરાયેલા રામકૃપાલુએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ પાટલીપુત્રથી જિત્યા હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY